Sunday, 22 December, 2024

Kaalja No Katko Lyrics in Gujarati

173 Views
Share :
Kaalja No Katko Lyrics in Gujarati

Kaalja No Katko Lyrics in Gujarati

173 Views

તુ રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે
તું બોલાવે દ્વારે

નિરાશાઓ આશા સામે જ્યારે જ્યારે હારે
જ્યારે જ્યારે હારે

કોરી આંખો માં સપનું એક મલકાયું
મનમાં આશાનું વહાલસોયું બીજ રોપાયું
કાળજાનો કટકો રે …
મારા કાળજાનો કટકો

કાળજાનો કટકો રે …
મારા કાળજાનો કટકો

પવન સામે દીવો ધર્યો છે ઈશ્વર એને જોશે
ઈશ્વર એને જોશે

લાંબા રસ્તે ભુલા પાડી જોને કસોટી કરશે
જોને કસોટી કરશે

જે થાશે સારૂં થાશે મન શાને તું ડંખે
મળી જાશે ફળી જાશે જીવલા તું જે જંખે
કાળજાનો કટકો રે …
મારા કાળજાનો કટકો

હો કાળજાનો કટકો રે …
મારા કાળજાનો કટકો

સુની પરીઓ શાંત ઝરૂખા
ગુમસુમ ગુમસુમ સપના
ગુમસુમ ગુમસુમ સપના

દુઃખની સાથે મારી કિટ્ટા
સુખ છે મારા ખપ્પના
સુખ છે મારા ખપ્પના

ફેર ફુંદરડી ને સાંકળ અડકો દડકો
લાડ કરીને રમાડે છે મીઠો રે તડકો

કાળજાનો કટકો રે …
તારા કાળજાનો કટકો

કાળજાનો કટકો રે …
તારા કાળજાનો કટકો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *