Saturday, 27 July, 2024

કીચકનો નાશ

238 Views
Share :
કીચકનો નાશ

કીચકનો નાશ

238 Views

{slide=Kichaka killed}

That night, Kichaka went to the music hall filled with dreams of Sairhandri. He entered the hall with thumping heart and reached the place where it appeared that Sairandhri was sleeping. He touched the sleeping beauty with full of lust only to find a male instead! He was none other than Bhim, the mightiest of all Pandavas. Kichaka was taken aback at the development yet he got prepare for a fight with Bhima.

Hope of Sairandhri filled Kichaka with energy and vengeance for revenge made Bhim full of vigor. The fight between two mighty warriors lasted for a while. In the end, Bhim got over Kichaka and made him bite the dust. Draupadi was happy at the sight of the dead body of Kichaka, who misbehaved and nearly raped her. Bhim assured Draupadi that, if anyone would try to misbehave with her in future, he would punish them in the same way.
 

માનવના મનમાં પેદા થતી અને વ્યાપતી વાસનાનું સ્વરૂપ જ એવું છે. એની અસર નીચે આવીને માનવ વિવેકાંધ બને છે, મોહાંધ થાય છે, લોભ તથા ક્રોધમાં સપડાય છે, અને શુભાશુભને સમજવાની સદબુદ્ધિથી રહિત બનીને ના કરવાનું કરી બેસે છે અને જે કરવાનું છે તે નથી કરતો. દુર્ભાગ્યને સદભાગ્ય સમજે છે અને સદભાગ્યને દુર્ભાગ્યમાં ખપાવે છે. એના વિચારો, ભાવો, વ્યવહારો, સઘળું વિકૃત બની જાય છે.

કીચકની અવસ્થા એવી જ હતી.

દ્રૌપદીએ એને રાતે એકાંતમાં મળવાની તૈયારી બતાવી એથી એને અનહદ આનંદ થયો.

એને સ્વર્ગલોકનું આમંત્રણ મળ્યું હોય એવું લાગ્યું.

એનું સારાસાર જ્ઞાન તો પ્રથમથી જ લુપ્ત થઇ ગયેલું.

એને માટે એ અડધો દિવસ આખા મહિના જેટલો લાંબો થઇ પડ્યો.

હર્ષમાં મગ્ન બનેલો કીચક સૈરન્ધ્રીનું સ્મરણ કરતાં પોતાના પ્રાસાદમાં પહોચ્યાં પછી પણ સૈરંન્ધ્રીના સ્વરૂપમાં સમુપસ્થિત થયેલા મરણને ઓળખી શક્યો નહીં.

અતિશય મદોન્મત્ત અથવા કામાંધ બનીને એણે ભાતભાતનાં સૌન્દર્યસાધનોથી શરીરને શણગારવા માંડયું.

બીજી બાજુ દ્રૌપદી ભીમસેન પાસે પાકશાળામાં પ્રવેશીને ઊભી રહી અને બોલી કે તમારી સૂચનાનુસાર મેં કીચકને નૃત્યશાળામાં મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. કીચક આજે રાતે એ નૃત્યશાળામાં એકલો આવશે ત્યારે તમે તેને મારી નાખજો. એ સુતપુત્ર અહંકારથી ઉન્મત્ત બનીને ગંધર્વોને તુચ્છ ગણે છે. એણે મારી સાથે ભયંકર દુર્વ્યવહાર કરીને મારું અસાધારણ અપમાન કર્યું છે. માટે એને દેહાંત દંડ દેવો જ બરાબર છે. શ્રીકૃષ્ણે કાલિયનાગને જેમ ધરામાંથી કઠોર બનીને બહાર ખેંચી કાઢેલો એમ એને આ લોકમાંથી ઘસડી કાઢજો.

ભીમસેને દ્રૌપદીને આશ્વાસન અને અભયવચન આપતાં જમાવ્યું કે ઇન્દ્રે જેવી રીતે વૃત્રાસુરનો નાશ કરેલો તેવી રીતે હું કીચકનો નાશ કરી નાખીશ. તું તે સંબંધી સહેજ પણ ચિંતા ના કરીશ. મત્સ્યદેશના યોદ્ધાઓ મારી સાથે યુદ્ધમાં ઊતરશે તો હું તેમને પણ પૂરા કરીશ. એ વાત પહેલેથી દુર્યોધનના જાણવામાં આવે તેમ હશે તો દુર્યોધનને પણ હણી નાખીને વસુંધરાને હાથ કરીશ. પછી ભલે યુધિષ્ઠિર મત્સ્યરાજની સેવા કર્યા કરે.

દ્રૌપદીએ એને અજ્ઞાતવાસની પ્રતિજ્ઞાનો ભંગ ના થાય એવી રીતે ખૂબ જ સંભાળપૂર્વક કીચકનો નાશ કરવાનું જણાવ્યું.

રાત પડી એટલે ભીમસેન આગળથી જઇને નૃત્યશાળામાં કોઇને ખબર ના પડે તેવી રીતે છુપાઇને બેસી ગયો.

સિંહ જેમ મૃગની રાહ જુએ તેમ તે ત્યાં કીચકની અતિશય આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યો.

કીચક પણ પૂર્વસંકેતને અનુસરીને સર્વ પ્રકારે સજ્જ થઇને, નક્કી કરેલા સમય પ્રમાણે, દ્રૌપદીને મળવાની ને માણવાની મહેચ્છાથી પ્રેરાઇને ત્યાં પહોંચી ગયો.

ઘોર અંધકારથી ભરેલી એ નૃત્યશાળામાંથી ધીમેધીમે  આગળ વધતો એ ભીમસેન પાસે પહોંચીને ઊભો રહ્યો.

દ્રૌપદીના અતિઘોર અપમાનને યાદ કરીને ક્રોધથી બળી રહેલા, શય્યામાં સૂતેલા ભીમસેનને એણે હાથ અડાડ્યો.

એ સ્પર્શ જાદુઇ ઠર્યો.

કામમોહિત કીચક, ભીમનો સ્પર્શ થતાં જ મનમાં આનંદ પામ્યો અને મલકાતાં કહેવા લાગ્યો કે સુંદર ભ્રૂકુટિવાળી ! તારે માટે હું અનેકાનેક પ્રકારનું અઢળક ધન લાવ્યો છું. વળી ધન અને રત્નોથી ભરેલું, સેંકડો દાસીઓ અને સામગ્રીઓથી સજેલું, રૂપ અને લાવણ્યથી ભરેલી યુવતીઓથી ઝગમગતું, મારું ગૃહ તથા રતિક્રીડાથી વિરાજતું મારું અંતઃપુર તને અર્પણ કરું છું. મારા ઘરમાં રહેનારી સ્ત્રીઓ પણ આજે મારી એકાએક પ્રશંસા કરવા લાગી છે કે તમારા જેવા સુંદર વસ્ત્રોવાળો અને દેખાવડો બીજો કોઇ પણ પુરુષ નથી.

ભીમસેને સ્ત્રી જેવા સ્વરથી કહ્યું કે તારું સદભાગ્ય છે કે તું દેખાવડો છે. તું આપસ્તુતિ કરે છે એ પણ મહાભાગ્ય કહેવાય. પરન્તુ તને આવો સ્પર્શ તો પૂર્વે ક્યારેય નહિ થયો હોય. તું કામશાસ્ત્રમાં વિચક્ષણ અને ચતુર છે. એટલે તને સ્પર્શનું જ્ઞાન સારું હોય એમ જણાય છે. આ જગતમાં સ્ત્રીઓને પ્રીતિ કરાવનારો તારા જેવો બીજો કોઇ છે જ નહીં.

 એ પ્રમાણે કહીને ભયંકર પરાક્રમ કરવાવાળો મહાબાહુ ભીમ એકદમ ઊભો થઇ ગયો. પછી એ કુન્તીનંદને તેને હસતાં હસતાં કહ્યું કે સિંહ જેમ મોટા હાથીને ઘસડી નાખે છે તેમ આજે હું તને પાપીને જમીન ઉપર ઘસડી નાખીશ તે તારી બેન જોશે. તું મરણશીલ થશે એટલે સૈરંધ્રીના પતિ પણ સુખમાં ફરશે.

પછી મહાબલવાન ભીમે કીચકના ફૂલથી ગૂંથેલા કેશને પકડી લીધા. આ રીતે તેનો વાળ ઉપર હાથ પડયો એટલે બળવાનશ્રેષ્ઠ કીચકે વેગપૂર્વક આંચકો મારીને તે કેશ છોડાવી નાખ્યા અને ભીમના બંને હાથોને પકડી લીધા. આ પ્રમાણે ક્રોધમાં આવેલા તે બંને નરસિંહો વચ્ચે બાહુયુદ્ધ મંડાયું. જેમ બે બળવાન હાથીઓ વસંતઋતુમાં એક હાથણીને માટે યુદ્ધ કરે તેમ કીચકોના મુખ્યનું અને નરોત્તમ ભીમનું એ યુદ્ધ ચાલવા લાગ્યું.

બળવાન કીચકે ભીમ ઉપર હુમલો કર્યો. તોપણ અડોલ પ્રતિજ્ઞાવાળો ભીમ એક ડગલું સરખુંય ચળ્યો નહીં. પછી તે બંને એકબીજાને બાથમાં લઇને ખેંચવા લાગ્યા. તે વખતે તે બંને મદભર્યા આખલા જેવા દેખાતા હતા.

સ્વાભાવિક રીતે બળવાન છતાં સ્પર્ધાને લીધે બલોન્મત્ત બનેલા સૂતપુત્ર કીચક અને પાંડુપુત્ર ભીમ તે નિર્જન સ્થળમાં મધરાતે એકબીજાને ઘસડવા લાગ્યા. બંનેએ ક્રોધે ભરાઇને સામસામી ગર્જના કરી, ત્યારે તે શ્રેષ્ઠ અને સુદૃઢ નૃત્ય ભવન પણ વારંવાર ધણધણી ઊઠયું.

ભીમે બંને હાથની હથેળીઓ વડે બળવાન કીચકને છાતીમાં ધક્કો માર્યો, છતાં રોષથી સળગી રહેલો કીચક પોતાને સ્થાનથી એક પગલું પણ પાછો ખસ્યો નહીં. આમ બે ઘડી સુધી તે સુતપુત્ર જમીન પર ઊભો રહીને ભીમના દુઃસહ વેગને સહન કરી રહ્યો પરંતુ પછી ભીમના બળથી પીડાઇને નિર્બળ થવા લાગ્યો.

કીચક બલહીન થઇ રહ્યો છે એવું જાણીને મહાબળવાન ભીમસેને કીચકના માથાને વેગપૂર્વક તેની જ નાભિમાં દાબી દીધું, અને અચેત થઇ ગયેલા એને જોરથી મસળી નાખ્યો.

વૃકોદરે પોતાના બે બાહુઓના પાશથી તેને બાંધી લીધો. કીચકે ભાંગી ગયેલા નગારાના જેવા અવાજે મોટા બરાડાઓ પાડવાં માંડયા અને બેભાન જેવો થઇ ગયા છતાં છૂટવા માટે તરફડિયાં માર્યા કર્યા. ભીમે તેને ભમાવ્યા કર્યો અને દ્રૌપદીના કોપની શાંતિ માટે તેની ગળચીને બે હાથથી જોરથી પકડીને દબાવી દીધી. આમ કીચકના સર્વ અંગો ભાંગી ગયાં. તેની આંખની કીકીઓ બહાર નીકળી પડી, અને તેનાં વસ્ત્રો સરી પડ્યાં.

 પછી વીર ભીમે અગ્નિ સળગાવીને પાંચાલીને એ કીચક બતાવ્યો અને કહ્યું કે તું શીલ અને ગુણોથી સંપન્ન છે; જે કોઇ કુદૃષ્ટિથી તારી કામના કરશે તે આ કીચક જેમ અત્યારે મડદું થઇને શોભી રહ્યો છે તેમ મૃત્યુ પામશે.

પછી દ્રુપદપુત્રી કૃષ્ણાની વિદાય લઇને તે પાકશાળામાં ચાલ્યો ગયો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *