ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
-
પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ?
સુષિર વાદ્યો
-
વરલી ચિત્રકળા ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
મહારાષ્ટ્ર (ગુજરાતના ડાંગ જિલ્લા સાથે પણ)
-
આદિવાસી પ્રજા તથા દિગમ્બર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યા યોજાય છે ?
સંતરામપુર
-
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી અંગ્રેજી નાટક…..થી પ્રેરિત છે.
પિગ્મેલિઅન
-
ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ક્યા સ્થળે ઉજવવામાં આવે છે?
વડનગર
-
ક્યું શહેર પ્રાચીન સમયમાં ‘બારીગાઝા’ તરીકે ઓળખાતું હતું?
ભરૂચ
-
વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ?
ચોરવાડ
-
ભવાઈનો આરંભ કયા વિશિષ્ટ લોકવાદ્યથી કરવામાં આવે છે ?
ભૂંગળ
-
ચોરવાડ પંથકની કોળણ બહેનો નૃત્યકારોનું નૃત્ય જણાવો.
ટિપ્પણી નૃત્ય
-
દેશી નાટક સમાજ સંસ્થા ક્યા આવેલ છે ?
અમદાવાદ
-
બાબા રામદેવપીરનું પવિત્ર સ્થાનક રણુજા ક્યા જિલ્લામાં આવેલ છે ?
રાજકોટ
-
ક્યા મંદિરને 6 (છ) માળવાળું શિખર છે ?
દ્વારકાધીશનું મંદિર
-
ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
ડાંગ ઉત્સવ
-
અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
શ્રમ અને સંગઠન
-
ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ?
ખેડબ્રહ્મા
-
‘હુડીલા’ શૌર્યગાન ક્યા વિસ્તારનું છે ?
બનાસકાંઠા
-
તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યા આવેલા છે ?
પાવાગઢ
-
ગુજરાતી રંગભૂમિનું ગીત ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે’ના ગીતકાર
પ્રભુલાલ દ્વિવેદી
-
એવર લાસ્ટીંગ ફ્લેમ ક્યા લોકોની સંસ્કૃતિના જતન માટેનો પ્રોજેક્ટ છે ?
પારસી
-
મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી પાંચ નમાજ પૈકી ઈશાની નમાજ એટલે ?
રાત્રીની નમાજ
-
ત્રિભવનદાસ ગજ્જરની સાચી ઓળખ કઈ છે ?
વૈજ્ઞાનિક
-
ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે?
મોતીભાઈ અમીન
-
શબર કન્યા પાર્વતી સ્થાપત્ય ક્યા જોવા મળે ?
શામળાજી
-
કલકી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
પાટણની રાણીની વાવ
-
બ્રહ્મા – નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે ?
સુરત
-
ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી, આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું છે ?
વલ્લભ મેવાડા
-
‘પીથોરા’ શું છે ?
આદિવાસી ચિત્રકળા
-
ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?
સીદી
-
ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?
હાજી મહમ્મદ અલારખિયાએ
-
ગુજરાતમાં મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યા થાય છે ?
ભરૂચ
-
હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યા સ્થળે આવેલું છે ?
ડાંગ
-
…….કપિલા, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર આવેલું છે.
ભાલકા
-
ગધેડાની લે-વેચનો પ્રસિદ્ધ મેળો ગુજરાતના ક્યા ભરાય છે ?
વૌઠા
-
‘ખભાથી પગ સુધીનો આભો’ આ પહેરવેશ ગુજરાતની કઈ લોકજાતીની મહિલાઓનો પહેરવેશ છે ?
કચ્છમાં વસતી જતાણીઓ
-
પ્રભુલાલ દ્વિવેદીનું અર્પણ ક્યા કલાક્ષેત્રે છે ?
રંગભૂમિ
-
‘બુધિયો દરવાજો’ ગુજરાતના ક્યા સ્થાપત્યનો એક ભાગ છે ?
ચાંપાનેરનો કોટ
-
ભૂંગળ વાઘ સાથે ભજવાતું સંગીતપ્રધાન નાટકને શું કહેવાય ?
ભવાઈ
-
ગુજરાતની કઈ કળા વિશ્વની અદશ્ય વિરાસતોની યાદીમાં સામેલ છે ?
સંખેડા લાખ વર્ક
-
ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં આવેલું છે ?
ભાવનગર
-
12મી ફેબ્રુઆરી 1977માં ગુજરાતી સાહિત્ય અકાદમી બ્રિટનના મહામંત્રી તરીકે કોણ રહ્યા ?
વિપુલ કલ્યાણી
-
પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ?
ઉદવાડા
-
એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ?
સુરત
-
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?
પંડિત ઓમકારનાથ
-
ભવાઈ મંડળીના મોવડીને………… નામે ઓળખવામાં આવે છે.
નાયક
-
મહા વદ ચોથના દિવસે ક્યા સ્થળે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ?
ક્વાંટ
-
દુબળા લોકો ઢીંગલા બનાવી પોતાનો.. … તહેવાર ઉજવે છે.
દિવાસો
-
ખંભાલીડા-ઢાંકની ગુફાઓ ક્યા આવેલી છે ?
રાજકોટ
-
ગુજરાત સરકાર દ્વારા ‘તાનારીરી’ સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
શિયાળામાં
-
ક્યું કચ્છમાં બ્લોક પ્રિન્ટનું કેન્દ્ર ગણાય છે ?
અજરખપુર
-
ક્યું સ્થાપત્ય ‘અમદવાદના રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?
રાણી સિપ્રીની મસ્જિદ
-
ખૂંપાવાળી પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
બરડા
-
ભમ્મરિયો કૂવાની રચના ક્યા થયેલી છે ?
મહેમદાવાદ
-
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ?
1951
-
દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ?
ભાડભૂત (ભરૂચ)
-
ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
થાળીકથા
-
વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
શામળદાસ મૂળદાસ સોલંકી
-
ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
પંચમહાલ
-
‘પોમલા’ આદિજાતિ ક્યા પ્રદેશમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
મધ્ય પ્રદેશ
-
રંગઅવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યા આવેલું છે ?
નારેશ્વર
-
ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ?
બૈજુ બાવરા
-
કચ્છનું ભદ્રેશ્વર ક્યા ધર્મનું તીર્થધામ છે ?
જૈન
-
‘ઊર્મિ નવરચના’ શું છે?
સામયિક
-
‘ઠાકર્યાચાળો’ શેનો પ્રકાર છે ?
ડાંગી નૃત્ય
-
કચ્છ – સૌરાષ્ટ્રમાં પકવ્યા વગરની માટીના રમકડાંને શું કહેવામાં આવે છે ?
ઘંટીઘોડા
-
અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે ?
શાસ્ત્રીય સંગીત
-
હોમાઈ વ્યારાવાળાને પ્રથમ શું બનવાનું બહેમાન મળેલું છે ?
મહિલા છબીકલા
-
પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ?
ભીમદેવની રાણી ઉદયમતીએ
-
ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન જણાવો.
ધોળા જંક્શન
-
હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ?
વડોદરા
-
છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
રાજપીપળા
-
અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ?
શેખ અહમદ ખટુગંજ બક્ષ
-
મહારાષ્ટ્રમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસવાટ કરે છે ?
ઘોડીયા
-
અડાલજની વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલી છે ?
હિન્દુ ઈસ્લામિક
-
મહાદેવભાઈ અને નારાયણભાઈ દેસાઈ એમ પિતા પુત્રની જોડીને ક્યો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે ?
દિલ્હી (રાષ્ટ્રીય)
-
ખીરસરા પેલેસ ક્યા આવેલો છે ?
રાજકોટ
-
ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો ?
ઝંડુ ભટજી
-
ક્યા સમુદાયમાં લગ્ન પ્રસંગે કેટલાક પંથકમાં ‘ગોદડીનો ઝઘડો’ કરવામાં આવે છે ?
દેવીપૂજક
-
‘લોકસાહિત્ય વિદ્યાલય’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
જામનગર
-
મધુસૂદન ઢાંકી એટલે ?
સ્થાપત્ય
-
આંટિયાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
ઓખા પ્રદેશ
-
સ્થાપત્ય કલાનો મુલ્યવાન વારસો ધરાવતી દાદા હિરની વાવ ક્યા આવેલી છે?
અમદાવાદ
-
ઉત્તરાર્ધ મહોત્સવ ક્યા ઉજવાય છે ?
મોઢેરા
-
ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
વેદાંતી
-
અમદાવાદમાં ‘દર્પણ’ એકેડમીની સ્થાપના કોણે કરી ?
મૃણાલિની સારાભાઈ
-
મહાગુર્જરા શેની શૈલી છે ?
મંદિર સ્થાપત્ય
-
‘ગામિત’ આદિજાતિ ક્યા રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
સિંધ પ્રદેશ
-
ઇઠિસિંહ જૈન દેરાસર…… તીર્થંકરને સમર્પિત છે.
ધર્મનાથ
-
પ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર જયકિશનનો જન્મ ગુજરાતના ….માં થયો હતો.
વાંસદા
-
કચ્છના માંડવી ખાતે ક્યો પેલેસ આવેલો છે ?
વિજય વિલાસ પેલેસ
-
ગામચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને શું કહે છે?
ચૂંદડિયા બ્રાહ્મણ
-
ગુજરાતની લોકસંસ્કૃતિમાં…..……ને દરિયાઈ દેવી વહાણવટી દેવી તરીકે માનવામાં આવે છે.
શિકોતરી માતા
-
સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ ક્યું હતું ?
શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ
-
‘અબજોના બંધન’ના રચયિતા કોણ છે ?
નૃસિંહ વિભાકર
-
લક્ષ્મી વિજય નાટક મંડળી ક્યા આવેલી છે ?
સુરત
-
કઈ જયંતી દલાલ લિખિત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ?
અડખે પડખે
-
ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
સુરત (દુબળા)
-
અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ?
બાલકૃષ્ણ દોશી
-
ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે?
હાલી નૃત્ય
-
રાજસ્થાનમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસેલી છે ?
ભરવાડ
-
નવરાત્રિ અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન… છે.
પાટણ