Saturday, 21 December, 2024
  • ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ?
    રાષ્ટ્રીય શાયર
  • પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.
    સ્વાભિમાનના તીર્થસ્થાનો
  • સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો.
    શિયાણી
  • સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    વિચારમાધુરી
  • ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    મહાપ્રસ્થાન
  • કવિ ઈન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો.
    મોરબી
  • વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.
    આગંતુક
  • કવિ મુકેશ જોશીનું જન્મસ્થળ જણાવો.
    વડાલી
  • સાહિત્યકાર મુકેશ જોશીનું પ્રસિદ્ધ નાટક જણાવો.
    આંતરયાત્રા
  • ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહના સર્જક કોણ ?
    ઉમાશંકર જોશી
  • ‘છપ્પા’ સાથે ક્યા કવિનું નામ જોડાયેલું છે ?
    અખો
  • કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ ?
    ઈસ્માઈલભાઈ નાગોરી
  • કવિ રમેશ પારેખનો જન્મ ક્યા થયો હતો ?
    અમરેલી
  • ‘કાશ્મીરનો પ્રવાસ’ ગ્રંથના લેખક કોણ છે ?
    કલાપી
  • ચંદ્રકાન્ત શેઠનું ઉપનામ જણાવો.
    નંદ સામવેદી
  • ક્યા સાહિત્યકારને સમર્થ ભાષાશાસ્ત્રી તરીકે ઓળખાય છે?
    નરસિંહરાવ દિવેટિયા
  • ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ?
    વઢવાણ
  • ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ?
    ગઝલ
  • ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે?
    નરસિંહ મહેતા
  • મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો.
    મનુભાઈ રાજારામ પંચોળી
  • ક્યા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી?
    ગગનવિહારી મહેતા
  • કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ જણાવો.
    નિર્ઝરિણી
  • નવલકથાકાર ડૉ.હસુ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો.
    રાજકોટ
  • ‘રાવણનું મિથ્યાભિમાન’ કથાકાવ્યના રચયિતા કોણ છે ?
    ગિરધર
  • ‘ખીજડયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.
    ચુનીલાલ મડિયા
  • સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
    ચૌદ
  • ‘શામળશાનો વિવાહ’ કૃતિના કવિ કોણ ?
    નરસિંહ મહેતા
  • ‘હાઈકુ’ કાવ્ય પ્રકાર ગુજરાતીમાં કોણે પ્રચલિત કર્યો ?
    સ્નેહરશ્મિ
  • ‘આશાભરી’ ક્યા સાહિત્યકારની કૃતિ છે ?
    પિતામ્બર પટેલ
  • ‘પંચીકરણ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે ?
    અખો
  • વૈવિશાળ કૃતિના સર્જક કોણ છે ?
    ઝવેશચંદ મેઘાણી
  • સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો.
    ઈર્શાદ
  • નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો.
    ધંધુકા
  • ‘હૃદય ત્રિપુટી’ કૃતિના સર્જકનું નામ જણાવો.
    સુરસિંહજી ગોહિલ
  • ‘માનવીની ભવાઈ’ના સર્જક કોણ છે ?
    પન્નાલાલ પટેલ
  • વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની આધાર રાખે છે.
    પહેલી છાપ
  • વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય .ઉપર તેમ નથી ?
    પરંપરાગત મત
  • સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.
    ઉપક્રમ
  • સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ જણાવો.
    મહુવા
  • કવિવર ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.
    ઉમાશંકર જેઠાલાલ જોષી
  • સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્ચાદભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી છે ?
    પ્રવાલદ્વિપ
  • ડૉ.એલ.પી.તેસ્ટિોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું ?
    જૂની પશ્ચિમી રાજસ્થાની
  • ‘ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન’ના લેખક કોણ છે ?
    પ્રબોધ પંડિત
  • ‘કૈવલ્યગીતા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
    અખો
  • પ્રસિદ્ધ કવિ મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ જણાવો.
    નડિયાદ
  • ‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે?
    આત્મકથા ખંડ
  • ‘નરસિંહ રામાઘરા’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
    મીરાંબાઈ
  • કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની છે ?
    દાણલીલા, સુદામાચરિત્ર, પુત્રવિવાહ
  • ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ?
    ઈચ્છારામ સૂ. દેસાઈ
  • ‘મોહનને મહાદેવ’ ચિરત્રખંડના લેખકનું નામ જણાવો.
    નારાયણ દેસાઈ
  • કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો.
    સુરત
  • ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’એ કઈ નવલકથાનો અંશ છે ?
    સરસ્વતીચંદ્ર
  • ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ?
    દયારામ
  • રેતીની રોટલી ક્યા લેખકે આપેલી કૃતિ છે ?
    જ્યોતિન્દ્ર દવે
  • રતિલાલ બોરિસાગરની કૃતિનું નામ જણાવો.
    સંભવામિ યુગે
  • ગુજરાતીમાં ખંડકાવ્યનો પ્રકાર ક્યા સાહિત્યકાર દ્વારા રચાયો ?
    કાંત
  • ‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યના કવિ કોણ ?
    ઉમાશંકર જોશી
  • ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનું જન્મ સ્થળ જણાવો.
    ગોંડલ
  • સાહિત્યકાર ચુનિલાલ મડિયાની રચનાનું નામ જણાવો.
    વેળા વેળાની છાંયડી
  • મુક્તક એટલે શું ?
    એક શ્લોકનું લઘુકાવ્ય
  • ‘આંધળો સસરોને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ પંક્તિ કોણે આપી છે ?
    અખો
  • ‘મેં એક બિલાડી પાળી છે.’ બાળકાવ્ય ક્યા કવિ પાસેથી મળ્યું છે ?
    ત્રિભુવન વ્યાસ
  • ‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો રે.’ પંક્તિનો સાહિત્યપ્રકાર જણાવો.
    લોકગીત
  • કાનજી અને જીવી કવિની નવલકથાના મુખ્ય પાત્રો છે ?
    મળેલા જીવ
  • કવિ ‘અખો’નું મૂળનામ જણાવો.
    અક્ષયદાસ
  • આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો.
    તળાજા
  • કુમુદ કઈ નવલકથાની કથા નાયિકા છે ?
    સરસ્વતીચંદ્ર
  • ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
    ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1
  • ક.મા.મુનશીનું તખલ્લુસ જણાવો.
    ઘનશ્યામ
  • ક્યા લેખકે વિશ્વશાંતિ, ગંગોત્રી પ્રાચીના વગેરે કાવ્ય સંગ્રહો રચેલ છે ?
    ઉમાશંકર જોશી
  • નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.
    મીરાંની રહી મહેક
  • ‘મરી જવાની મજા’, ‘અકસ્માત’ જેવી કૃતિઓ કોણે આપી છે?
    લાભશંકર ઠાકર
  • ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ ભરતેશ્વર બાહુબલિની રચના કોણે કરી હતી ?
    શાલિભદ્ર
  • ગુજરાતમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
    નરસિંહ મહેતા
  • પ્રેમાનંદ ભટ્ટ તેમની સાહિત્ય કૃતિમાં કઈ વૈવિધ્યતાના કારણે ગુજરાતી સાહિત્યના સર્વકાલીન સૌથી મહાન કવિ છે ?
    વિષય અને સ્વરૂપની વૈવિધ્યતા
  • ‘અખેપાતર’ કૃતિના રચયિતા કોણ છે ?
    બિંદુ ભટ્ટ
  • ગુજરાતી સાહિત્યમાં ‘અણસાર’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે?
    વર્ષા અડાલજા
  • ‘માધવ ક્યાંય નથી’ કૃતિના સર્જક કોણ છે ?
    હરીન્દ્ર દવે
  • ‘લીલુડી ધરતી’ નવલકથાના લેખક કોણ છે ?
    ચુનીલાલ મડિયા
  • ‘બંધ મુઠ્ઠીમાં સુરજ’ કૃતિ કોણે લખેલી છે ?
    પ્રિયકાન્ત પરીખ
  • ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ક્યા સ્થળે આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે ?
    ડભોઈ
  • ‘વિશ્વશાંતિ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે.
    ઉમાશંકર જોશી
  • ‘આપણો ઘડીક સંગ’ નવલકથાના લેખક કોણ છે ?
    દિગીશ મહેતા
  • ‘સોક્રેટિસ’ નવલકથા કોના દ્વારા લખાયેલી છે ?
    મનુભાઈ પંચોળી
  • ‘ફાંસલો’ નવલકથાના લેખક કોણ છે ?
    અશ્વિની ભટ્ટ
  • ‘તોખાર’ કોના દ્વારા લખાયેલી છે ?
    સિતાંશુ યશશ્ચંદ્ર
  • ‘102 નોટ આઉટ’ નામનું નાટક કોણે રચેલું છે ?
    સૌમ્ય જોષી
  • ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
    મધુરાય
  • ‘અકૂપાર’ નાટકના રચયિતા કોણ છે ?
    ધ્રુવ ભટ્ટ
  • ‘સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે’ પંક્તિ ક્યા કવિની છે?
    કલાપી
  • ‘આગગાડી’ જાણીતું નાટકના લેખક કોણ છે ?
    મહેતા
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
    રણજિરામ મહેતા
  • કસંબુલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવી.
    ચોટીલા
  • ઉમાશંર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્નદ્રષ્ટા કહ્યા છે?
    અખો
  • સાહિત્યકાર બકુલ ત્રિપાઠીનું ઉપનામ જણાવો.
    નિશાળીયો
  • ‘નિરાલા’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?
    સૂર્યકાન્ત ત્રિપાઠી
  • સાહિત્યકાર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
    વાસુકી
  • ‘શુન્ય’ ઉપનામ ક્યા કારનું છે ?
    અલીખાન બ્લોચ
  • ‘ફાર્બસ વિરહ’ કૃતિના રચયિતા કોણ છે ?
    દલપતરામ
  • ‘લીલુડી ધરતી’ કૃતિના રચયિતા કોણ છે ?
    ચુનીલાલ મડિયા