-
ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે ક્યા કવિની પંક્તિ છે?- ઉમાશંકર જોશી
-
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું જણાવો.પીયૂષ ઝરણાં નામ
-
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.મંડળી મળવાથી થતા લાભ
-
જય સોમનાથ કૃતિનો પ્રકાર જણાવો.નવલકથા
-
‘કંકાવટી’ કૃતિના સર્જક જણાવો.ઝવેરચંદ મેઘાણી
-
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને ક્યું બિરૂદ આપ્યું હતું ?રાષ્ટ્રીય શાયર
-
ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામનાર કવિ દલપતરામનો જન્મ ક્યા થયો હતો ?વઢવાણ
-
નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો.ધંધુકા
-
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રગટ કરનાર કોણ હતા ?ઈચ્છારામ સૂ. દેસાઈ
-
કવિ ‘અખો’નું મૂળનામ જણાવો.અક્ષયદાસ
-
ગુજરાતના પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ક્યા સ્થળે આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે ?ડભોઈ
-
સાહિત્યકાર ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.વાસુકી
-
‘નારી પ્રતિષ્ઠા’ કૃતિના રચયિતા કોણ છે ?મણિલાલ નભુભાઈ
-
‘સૂર્યોપનિષદ’ના સર્જક કોણ છે ?હરીન્દ્ર દવે
-
નરસિંહ મહેતાને ક્યો છંદ પ્રિય હતો ?ઝુલણા
-
‘કાફી’ નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છેધીરો
-
કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ?વાડીલાલ
-
કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે?પ્રેમાનંદ
-
જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?કનૈયાલાલ મુનશી
-
ગુજરાતી સાહિત્યમાં વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દોકોશનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા થયું હતું ?ગૂજરાત વિદ્યાપીઠ
-
ગુજરાતની અસ્મિતાનો જયઘોષ સૌપ્રથમ કોણે કર્યો ?- પ્રેમાનંદ
-
નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં ક્યા છંદમાં જોવા મળે છે?ઝૂલણાં
-
રમણીયતા કૃતિના લેખક કોણ છે ?નગીનદાસ પારેખ
-
‘તત્વમસી’ના લેખક જણાવો.ધ્રુવ ભટ્ટ
-
ઉમાશંકર જોશી સંસદના ક્યા ગૃહના સભ્ય હતા ?રાજ્યસભા
-
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.સ્વાભિમાનના તીર્થસ્થાનો
-
ક્યો કાવ્ય પ્રકાર ફારસી છે ?ગઝલ
-
‘હૃદય ત્રિપુટી’ કૃતિના સર્જકનું નામ જણાવો.સુરસિંહજી ગોહિલ
-
‘મોહનને મહાદેવ’ ચિરત્રખંડના લેખકનું નામ જણાવો.નારાયણ દેસાઈ
-
આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો.તળાજા
-
‘વિશ્વશાંતિ’ કૃતિ ક્યા સાહિત્યકારની છે.ઉમાશંકર જોશી
-
‘શુન્ય’ ઉપનામ ક્યા કારનું છે ?અલીખાન બ્લોચ
-
‘સંસ્કૃત માંહેથી શોષિયુ, પ્રાકૃત કીધુ પુર’ પંક્તિ કોની છે ?શામળ
-
ચંદ્રકાન્ત શેઠનું ક્યું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?ધૂળમાની પગલીઓ
-
‘ગોવાલણી’ વાર્તાના લેખકનું નામ જણાવો.મલયાનિલ
-
‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા.’ સ્તુતિ અષ્ટકના રચિયતા કોણ ?કવિ ન્હાનાલાલ
-
‘જય જય ગરવી ગુજરાત’ ગીતના રચિયતાનું નામ જણાવો.કવિ નર્મદ
-
‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે?સુરેશ દલાલ
-
‘નિશીથ’ કૃતિના સર્જક કોણ છે ?- ઉમાશંકર જોશી
-
લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં સૌથી મોટું કામ કોનું ગણાય ?- ઝવેરચંદ મેઘાણી
-
મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે ?દલપતરામ ત્રવાડી
-
ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો.વડોદરા
-
ગોવિંદો પ્રાણ અમારો રે’ના રચયિતા કોણ છે ?મીરાંબાઈ
-
‘સાકરનો શોધનારો’ કૃતિના સર્જક જણાવો.યશવંતરાય પંડ્યા
-
સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વમી આનંદનું જન્મસ્થળ જણાવો.શિયાણી
-
ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે?નરસિંહ મહેતા
-
‘માનવીની ભવાઈ’ના સર્જક કોણ છે ?પન્નાલાલ પટેલ
-
કવિ નર્મદનું જન્મ સ્થળ જણાવો.સુરત
-
કુમુદ કઈ નવલકથાની કથા નાયિકા છે ?સરસ્વતીચંદ્ર
-
‘આપણો ઘડીક સંગ’ નવલકથાના લેખક કોણ છે ?દિગીશ મહેતા
-
‘ફાર્બસ વિરહ’ કૃતિના રચયિતા કોણ છે ?દલપતરામ
-
કોલકાતામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે ?ઝવેરચંદ મેઘાણી
-
ક્યા પુસ્તકો ગુલાબદાસ બ્રોકરના છે ?મનમા ભૂત, ધૂમ્ર સેર, સૂર્યા
-
‘મળેલા જીવ’ કૃતિના સર્જકનું નામ જણાવો.પન્નાલાલ પટેલ
-
પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું શીર્ષક શું હતું ?ગોવાળણી
-
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ?ચોટીલા
-
‘શરદીના પ્રતાપે’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.હાસ્યાવાર્તા
-
ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકરનું ક્યા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ?- નિબંધ
-
‘સોનેટ’ કાવ્યપ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે ?-14
-
ગુજરાતી ભાષાસાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો.રાજકો
-
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.દામોદર ખુશાલકર બોટાદકર
-
‘ચંદન’ રિચત છે.દામોદાર બોટાદકર
-
નરસૈયો ભક્ત હરિનો કૃતિનો સાહિત્યિક પ્રકાર પસંદ કરો.ચારિત્રાત્મક રચના
-
સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.વિચારમાધુરી
-
મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો.મનુભાઈ રાજારામ પંચોળી
-
વ્યક્તિત્વ વિશેનો લૌકિક ખ્યાલ જે તે વ્યક્તિની આધાર રાખે છે.પહેલી છાપ
-
‘માનચતુર અને ધર્મલક્ષ્મી’એ કઈ નવલકથાનો અંશ છે ?સરસ્વતીચંદ્ર
-
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1
-
‘સોક્રેટિસ’ નવલકથા કોના દ્વારા લખાયેલી છે ?મનુભાઈ પંચોળી
-
‘લીલુડી ધરતી’ કૃતિના રચયિતા કોણ છે ?ચુનીલાલ મડિયા
-
આદિકવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો.તળાજા
-
‘કૃષ્ણનું જીવનસંગીત’ પુસ્તકના લેખક કોણ છે ?ગુણવંત શાહ
-
‘ડાંડિયો’ સામયિક કોણે શરુ કર્યું હતું ?નર્મદ
-
જમો થાળ જીવન જાઉં વારી કોણે લખ્યું છે ?ભુમાનંદ સ્વામી
-
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોની કલમ દ્વારા લખાયેલ છે ?ઝવેરચંદ મેઘાણી
-
‘ચાંદાલો ગમે’… કાવ્યના કવિ કોણ છે?જયંત શુકલ
-
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ક્યા પ્રકારની સાહિત્યિક રચના છે?- જીવનચરિત્ર
-
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબના ચરિત્રનાયક કોણ છે?- મહાદેવભાઈ દેસાઈ (લેખક નારાયણ દેસાઈ છે)
-
આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા ક્યા જિલ્લામાં આવેલું છે?ભાવનગર
-
ધૂમકેતુની વાર્તાનો જુમો ક્યા ગામમાં રહેતો હતો?આણંદપુર
-
લાભશંકર ઠાકર કઈ બાબતનું ઉંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા હતા ?આયુર્વેદ
-
‘હયાતી’ના રચિયતા છે.હરીન્દ્ર દવે
-
ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો.મહાપ્રસ્થાન
-
ક્યા લેખકે ‘બોમ્બે ક્રોનિકલ’ના તંત્રી તરીકે કામગીરી કરી હતી?ગગનવિહારી મહેતા
-
વૈજ્ઞાનિક યુગમાં જ્ઞાતિ ઉત્પત્તિના ક્યા મતને સ્વીકારી શકાય .ઉપર તેમ નથી ?પરંપરાગત મત
-
ક્યા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે ?દયારામ
-
ક.મા.મુનશીનું તખલ્લુસ જણાવો.ઘનશ્યામ
-
‘ફાંસલો’ નવલકથાના લેખક કોણ છે ?અશ્વિની ભટ્ટ
-
‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?ચૌદ
-
‘કથ્યુ તે શાનો કવિ’ એ ઉક્તિના રચયિતા કોણ છે ?શામળ
-
કુલેન્દુ કોનું તખલ્લુસ છે ?ચુનીલાલ મડિયા
-
‘છ અક્ષરનું નામ’ કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.રમેશ પારેખ
-
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?સોનેટ
-
ગાંધીજીએ જેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું છે તે………કાકાસાહેબ કાલેલકર
-
‘બકરીબેન’ વાર્તાના લેખક કોણ છે?જુગતરામ દવે
-
‘અમૃતા’ નવલકથાના લેખક કોણ છે ?- રઘુવીર ચૌધરી
-
મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે?- નરસિંહરાવ દિવેટિયા
-
ગુજરાતી સાહિત્યમાં ‘ખંડ કાવ્યના પિતા’ કોને કહેવામાં આવે છે ?મણિશંકર ભટ્ટ
-
‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે’ આ વિધાન કોનું છે?નાનાભાઈ ભટ્ટ
-
ધ્વનિ કાવ્ય સંગ્રહના રચિયતા જણાવો.રાજેન્દ્ર શાહ




















































