Sunday, 8 September, 2024
  • ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ?
    ચૌદ
  • ‘ગ્રામલક્ષ્મી’ કૃતિ કોના દ્વારા લખાયેલી છે ?
    રમણલાલ દેસાઈ
  • જુની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ની પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ છે ?
    ધીરુબહેન પટેલ
  • જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની તે કઈ નવલકથા છે ?
    તત્ત્વમસિ
  • ‘પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે’ જાણીતી પંક્તિ કોની છે ?
    શૂન્ય પાલનપુરી
  • ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દૃષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક છે ?
    11મી સદીથી 13મી સદી
  • ‘ફાર્બસ ગુજરાતી સભા’ ત્રિમાસિક પત્રનું પ્રકાશન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?
    ઈ.સ.1932
  • સ્વામી આનંદ ક્યા સર્જકનું ઉપનામ છે ?
    હિંમતલાલ રામચંદ્ર દવે
  • ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
    ઉમાશંકર જોશી
  • ‘સમરણ યાત્રા’ કોની કૃતિ છે?
    કાકાસાહેબ કાલેલકર
  • ‘દિવ્યચક્ષુ’ કૃતિના રચયિતા કોણ છે ?
    રમણલાલ દેસાઈ
  • બરકત વીરાણીનું ઉપનામ જણાવો.
    બેફામ
  • ‘નારી પ્રતિષ્ઠા’ કૃતિના રચયિતા કોણ છે ?
    મણિલાલ નભુભાઈ
  • ‘સંસ્કૃત માંહેથી શોષિયુ, પ્રાકૃત કીધુ પુર’ પંક્તિ કોની છે ?
    શામળ
  • કોલકાતામાં શેઠ જીવણલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • આદિકવિ નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો.
    તળાજા
  • ‘કથ્યુ તે શાનો કવિ’ એ ઉક્તિના રચયિતા કોણ છે ?
    શામળ
  • સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો.
    મહુવા
  • ‘કિન્નરી’ કૃતિના સર્જક કોણ છે ?
    નિરંજન ભગત
  • ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
    નરસિંહ મહેતા
  • ભગવતીકુમાર શર્માનો જન્મ ક્યા પરિવારમાં થયો હતો ?
    રાજકોટના વૈષ્ણવ પરિવારમાં
  • વિરાટ કોનું તખલ્લુસ છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ?
    પ્રશ્ન
  • ‘મહાકવિ’નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા ?
    પ્રેમાનંદ
  • શ્યામ સાધુનું મૂળ નામ શું છે ?
    શામળદાસ સોલંકી
  • અચાનક, અટકળ, હસ્તપ્રત કોના પુસ્તકો છે ?
    મનોજ ખંડેરિયા
  • સુપ્રસિદ્ધ નાગદમન કાવ્યના કવિ કોણ છે ?
    નરસિંહ મહેતા
  • ‘વક્રદર્શી’કોનું તખલ્લુસ છે ?
    મધુસૂદન પારેખ
  • ‘સૂર્યોપનિષદ’ના સર્જક કોણ છે ?
    હરીન્દ્ર દવે
  • ચંદ્રકાન્ત શેઠનું ક્યું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?
    ધૂળમાની પગલીઓ
  • ક્યા પુસ્તકો ગુલાબદાસ બ્રોકરના છે ?
    મનમા ભૂત, ધૂમ્ર સેર, સૂર્યા
  • ‘કૃષ્ણનું જીવનસંગીત’ પુસ્તકના લેખક કોણ છે ?
    ગુણવંત શાહ
  • કુલેન્દુ કોનું તખલ્લુસ છે ?
    ચુનીલાલ મડિયા
  • સ્વામિનારાયણ સંપ્રદાયની ‘શિક્ષાપત્રી’માં પ્રયોજાયેલા છંદનું નામ જણાવો.
    અનુષ્ટુપ
  • રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ?
    દ્વિરેફ
  • ‘માનવીની ભવાઈ’ નવલકથાના લેખક કોણ છે ?
    પન્નાલાલ પટેલ
  • કાફીઓના રચિયતા તરીકે કોણ ખ્યાતનામ છે ?
    ધીરો
  • ‘જનની’ કાવ્યના કવિનું નામ જણાવો.
    બોટાદકર
  • અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય ક્યું છે ?
    બાપાની પીંપર
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યું છે ?
    શબ્દ સૃષ્ટિ
  • ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ ક્યુ છે ?
    સુન્દરમ્ ભાલણ
  • સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? –
    બ.ક.ઠાકોર
  • ગરબીઓના ગાયક કોણ છે ?
    દયારામ
  • કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ?
    ભરૂચ
  • નરસિંહ મહેતાને ક્યો છંદ પ્રિય હતો ?
    ઝુલણા
  • ‘ગોવાલણી’ વાર્તાના લેખકનું નામ જણાવો.
    મલયાનિલ
  • ‘મળેલા જીવ’ કૃતિના સર્જકનું નામ જણાવો.
    પન્નાલાલ પટેલ
  • ‘ડાંડિયો’ સામયિક કોણે શરુ કર્યું હતું ?
    નર્મદ
  • ‘છ અક્ષરનું નામ’ કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.
    રમેશ પારેખ
  • ગુજરાતીમાં આધુનિકતાના પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
    સુરેશ જોશી
  • ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ આ રચનાના કવિનું નામ જણાવો.
    હરીન્દ્ર દવે
  • ‘ઈર્શાદ’ ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.
    ચિનુ મોદી
  • ‘મુખડાની માયા લાગી રે’ પદ કોનું છે ?
    મીરાં
  • ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એમ કોણે કહ્યું છે ?
    કવિ ખબરદાર
  • ‘કવિ શિરોમણિ’નું માન પામેલા કવિ કોણ ?
    પ્રેમાનંદ
  • દયારામ નામ સાથે કયું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ?
    ગરબી
  • ‘લાડુનું જમણ’ વાર્તાના લેખક કોણ છે?
    પન્નાલાલ પટેલ
  • ‘ભોળી રે ભરવાડણ……’ પદના રચયિતા કોણ છે ?
    મીરાંબાઈ
  • ‘થીગડુ’ વાર્તાના લેખક કોણ છે?
    સુરેશ જોશી
  • જયભિખ્ખુએ ક્યા નાટકના રચયિતા છે?
    રસિયો વાલમ
  • ‘કાફી’ નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે
    ધીરો
  • ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા.’ સ્તુતિ અષ્ટકના રચિયતા કોણ ?
    કવિ ન્હાનાલાલ
  • પ્રથમ ગુજરાતી ટૂંકીવાર્તાનું શીર્ષક શું હતું ?
    ગોવાળણી
  • જમો થાળ જીવન જાઉં વારી કોણે લખ્યું છે ?
    ભુમાનંદ સ્વામી
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ?
    સોનેટ
  • છગનભાઈ, ચકુ, ઈન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે?
    વૃક્ષ
  • વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ?
    એકાંકી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ ?
    મારી હકીકત
  • મદનમોહના આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ?
    પદ્યવાર્તા
  • મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે ?
    નરસિંહરાવ દિવેટીયા
  • ટેલ ઓફ ટૂ યુનિવર્સિટીઝ પુસ્તકના લેખક કોણ છે ?
    ડો. પી.સી. વૈધ
  • ડીમ લાઈટ એકાંકીના લેખક કોણ છે ?
    રઘુવીર ચૌધરી
  • ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જનનું નામ શું છે ?
    પ્રેમાનંદ
  • નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. મોજાંને ચીંધવા સહેલા નથી.
    સુરેશ દલાલ
  • નીચેનામાંથી કોનું ઉપનામ ઘાયલ છે ?
    અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ
  • પાત્ર કઈ કૃતિમાં આવે છે તે દર્શાવો
    જક્કલા પૃથિવીવલ્લભ
  • કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ?
    વાડીલાલ
  • ‘જય જય ગરવી ગુજરાત’ ગીતના રચિયતાનું નામ જણાવો.
    કવિ નર્મદ
  • ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યા ગામે થયો હતો ?
    ચોટીલા
  • રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘માણસાઈના દીવા’ કોની કલમ દ્વારા લખાયેલ છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • ગાંધીજીએ જેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપ્યું છે તે………
    કાકાસાહેબ કાલેલકર
  • ગુજરાતી સાહિત્યમાં ગદ્યનો સ્વામી (પિતા) તરીકે કોને ઓળખવામાં આવે છે ?
    નર્મદ
  • ‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?
    પ્રેમાનંદ
  • ‘હજારો વર્ષની જૂની અમારી વેદના’ આ કાવ્યપંક્તિ ક્યા કવિની રચના છે ?
    ઝવેરચંદ મેઘાણી
  • પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે?
    ચાર
  • કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ?
    ઘનશ્યામ
  • જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે ?
    નર્મદ
  • ‘પરિક્રમા’, ‘કુંતલ’એ કોના કાવ્યસંગ્રહો છે ?
    બાલમુકુંદ દવે
  • ‘‘મા બાપને ભુલશો નહીં’’ એ યાદગાર ભજનની રચના કોણે કરી ?
    સંત પુનિત મહારાજ
  • ‘‘સરસ્વતીચંદ્ર’’એ કોની કૃતિ છે ?
    ગોવર્ધનરામ ત્રિપાઠી
  • સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે?
    ઝવેરચંદ મેઘાણી
  • આત્મકથાત્મક રચના હુંડીમાં નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ના વેશમાં મદદ કરી હતી.
    શામળા શેઠ
  • કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે?
    પ્રેમાનંદ
  • ‘પર્વત તારા’ કાવ્યના કવિ કોણ છે?
    સુરેશ દલાલ
  • ‘શરદીના પ્રતાપે’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
    હાસ્યાવાર્તા
  • ‘ચાંદાલો ગમે’… કાવ્યના કવિ કોણ છે?
    જયંત શુકલ
  • ‘બકરીબેન’ વાર્તાના લેખક કોણ છે?
    જુગતરામ દવે
  • ‘ હું તો પૂછું’ કાવ્યના કવિ કોણ છે?
    સુંદરમ
  • ‘શેષ’ ઉપનામ ધરાવતા કવિ ક્યા ?
    રા.વિ.પાઠક
  • ‘મૂછાળીમાં કોનું તખલ્લુસ છે?
    ગીજુભાઈ બધેકા