Saturday, 21 December, 2024

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

272 Views
Share :
કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન

272 Views

કોને લાભ મળે?

  • નવજાત શિશુથી લઇ ૬ વર્ષના તમામ બાળકો.
  • તમામ અતિગંભીર કુપોષિત બાળકો (SAM)

શું લાભ મળે?

  • આ યોજના અંતર્ગત ૬ વર્ષ સુધીના અતિગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે.
  • આ કામગીરી આંતર વિભાગીય સંકલન ધ્વારા થાય છે.
  • બીમારી ન હોય તેવા અતિગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામુદાયિક સ્તરે સારવાર (CMAM) કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તથા બીમાર અતિગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) અને બાલ સંજીવની કેન્દ્ર (NRC) ખાતે તબીબી સારવાર અને પોષણ પુર્વસન અર્થે મોકલવામાં આવે છે.

ક્યાં થી લાભ મળે?

  • આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા કક્ષાએ જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલમાં મળશે. જયારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે.

લાભ મેળવવાની પદ્ધતિ

  • આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રીનીંગ કરશે.
  • જેમાં તબીબી સારવાર જરૂરીયાત સિવાયના બાળકોને સામુદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટીક કોમ્પ્લીમેન્ત્રી ફૂડ મારફત સારવાર કરવામાં આવે છે.
  • જયારે સામાન્ય તથા સાધન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશઃ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) પર અને જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર (NRC) પર સારવાર અર્થે મોકલવામાં આવે છે.
  • ઉપરાંત, મમતા દિવસે અને હોસ્પીટલમાં ઓ.પી.ડી દરમ્યાન કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેઓને બાળ સેવા કેન્દ્ર (CMTC)/ બાલ સંજીવની કેન્દ્ર (NRC) પર રીફર કરવામાં આવે છે.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *