Sunday, 8 September, 2024

લગ્ન લખાણ કંકોત્રી ટહુકો ગુજરાતી 2023

23140 Views
Share :
લગ્ન લખાણ કંકોત્રી ટહુકો ગુજરાતી 2023

લગ્ન લખાણ કંકોત્રી ટહુકો ગુજરાતી 2023

23140 Views

સોનાનો સૂરજ ઉગ્યો રૂડો અવસર આયો અમ ધેર,
રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઈ વાગશે,
વાગેજ ને મારા દીદી ના રૂડા લગન્યા લેવાય છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ..

ચાંદ સિતારાની રોનક પણ અમને આછી લાગશે,
તમારાથી જ તો અમારા પ્રસંગ ની શોભા વધશે,
ખુબ ભાવથી લખી છે તમને આ કંકોતરી
વ્હાલાને વિનંતી છે, તમે આવો તો ખૂશીઓની રમઝટ જામશે….

હસ્તી અને હસાવતી,
સુન્દર એની સોહામણી સોના થી સવાઇ,
માણેક થી મોંઘી અને રૂપા થી રુડી,
પારીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદી ના લગન માં વેહલેરા પધારજો

ગાના હોગા, બજાના હોગા,
મૌસમ બડા મસ્તાના હોગા
આંગન બડા સુહાના હોગા
હો રહી હી હમારે ફઈ કી સાદી
તો આપકો આના હોગા….

જન્મ મળ્યો સારા કુળમાં, એ કુળને દિપાવજો
મંગળ પ્રસંગ અમ ઘરે, તે આપ કેરો માનજો,
રુબરુ મળી ન શકાયુ હોય તો, પ્રેમથી પધારશોજી
અમારા ભાઈ તથા કાકાના લદનમાં જરુર આવશોજી….

ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ, નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગન માં આવાનું ભૂલી જાસો તો માફ નહિ કરીએ…

ઉડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાંચમાં પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા સબંધી મળે તો કેહજે કે
અમારા કાકા તથા મામા ના લગ્નમાં જલુલ જલુલ આવશો… હો…
અમે રાહ જોશું…

ઉડ પંખી આકાશમાં, પત્રિકા લઇ ચાંચમાં, પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અમારા સગા-સબંધી મળે તો કેહજે કે અમારા કાકા/મામા ના લગન માં જલુલને જલુલ આવજો…..

તમને કબલ છે માલા કાકા વરરાજા થાસે, ઘોડલે ચડશે, ને વાજતે ગાજતે કાકી ને લાવશે, હો..હો…
કેવી મજા પડશે ! તો તમે પણ કાકા ની જાન માં જલુલને જલુલ આવજો !

આમતો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ,
જો…જો…હો… લગ્નમાં આવવાનું ભૂલાય નહિ..

અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પાથરી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની…

જન્મ મળ્યો સારા કુળમાં એ કુળને દિપાવજો
મંગળ પ્રસંગ અમ ઘરે તે આપ કેરો માનજો,
રુબરુ મળી ન શકાયુ હોય તો પ્રેમથી પધારશોજી
અમારા ભાઇ તથા કાકા ના લદનમા જરુર આવશોજી…

હરખના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દાદી”, “માસી”, “ફઈ”
ના લદનમાં જરૂર આવજો…

થશે આપનું આગમન તો, ફૂલોમાં પુરાઈ જશે,
ઊંચેરા આભમાં ખુશીથી પક્ષીઓ લહેરાઈ જશે,
આપ પધારશો તો ખુશીથી હૈયું હરખાઈ જશે,
અમારા કાકા તથા મામા ના લગ્ન માં જરૂરને જરૂરથી આવજો….

હૃદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા
તેથી અમારા ભાઈના લદનમાં જરૂરને જરૂર આવશોજી…..

સ્નેહના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે,
ત્રણેય લોક માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગના માં જરૂર પધારસો…

હેતની હેલી અને પ્રેમનું સાગર છે અમારી બેન, હસતા લડતા મીઠા સ્મરણોની તસ્વીર છે અમારી બેન, રૂમઝૂમ ઝાંઝર ઝણકારી અમારા ઘરને દીવાઓથી દીપાવતી છે અમારી બેન , હવે પીયુના ઘરને ખુશીઓથી દિપાવવા પાનેતરની ચુંદડી ઓઢી, ઘરના દ્વારે વાટ જોતી ઉભી અમારી બેન, તેને હર્ષોલ્લાસથી વળાવવા જરૂર આવજો…

અમે હજુ નાના બાળ જાજુ કંઈ બોલાય નહીં, અમારો અવસર છે છાનું રહેવાય નહીં,
કાકા, મામા, ભાઈના લગ્ન માં જરૂરથી પધારજો….

તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…

વાગશે ઢોલ ને શરણાઈ ના સૂર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે રડીયામણી રાતે,
સંગીત ના તળે રમસુ રાસે આવો પધારો અમારા આંગણે,
તમારાથી જ અમારી શોભા થાશે…

તમને ખબલ છે માલા મામા વલરાજા થાશે, ધોડલે ચઢશે ને વાજતે ગાજતે મામીને લાવશે,
હો !…. હો… કેવી મજા પડશે તો તમે પણ મામાની જાનમાં જલુલને જલુલ આવજો હો….

કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…

કુમકુમ પત્રિકાને ન જાણતા કાગળનો ટુકડો
રૂબરૂ મળ્યા સરીખા જાણશોજી,કરજોડી
વિનવીયે તમને અમારા દીદીના લગ્ન પ્રસંગે જરૂર પધારશોજી…

મીઠા મધુર એવા લગ્નના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવજો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો…

દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે, આપ ની રાહમાં અત્યારે,
હૃદય અધીરા બની રહ્યા છે, આપ ની વાટ પર;
લગ્ન નો શુભ મંગલપ્રસંગ આવ્યો છે અત્યારે,
મીટ માંડીને બેઠા છીએ અમે આપ ના આગમન પર;…….

કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…

મંગલ ફેરા વર વધુ ના પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેલાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી સંબંધી, મિત્રો ની
જેનાથી આ શુભ પ્રસંગ ને અવિસ્મરણીય બનાવીશું……

મારું નામ કંકોતરી છે, એક મીઠા પ્રસંગનું મીઠું તેડું લાવી છું. આમ તો હું નાની પણ મોતના મહેલ આવી છું, કહેવાવ છું હું કંકોતરી પણ આપને તેડવા આવી છું. આવા અનેરા પ્રસંગ જરૂર હાજરી આપજો અમારા કાકા તથા મામા ના લગ્નમાં…….

મીઠા મધુર એવા લગ્નના પ્રસંગમાં,
સ્નેહના રંગોથી રંગોળી પૂરાવજો;
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા આંગનમાં,
આપનો કિંમતી સમય ફાળવી અમારા બહેનના લગ્નમાં જરૂરને જરૂર આવશોજી….

સોનાનો સુરજ ઉગ્યો રૂડા અવસર આયા
અમ ઘેર,રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઇ વાગશે,
વાગેજને મારા ભાઈ ના રૂડા લગન્યા લેવાય છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ…

દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપની રાહમાં અત્યારે
હ્રદય અધીરા બની રહ્યા છે આપની વાટ પર
લગ્ન નો શુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર…

શીતળતા ચંદ્ર માંથી અને મધુરતા ગુલાબની લઈને,
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેષ કરીને
વિનંતી કરીએ છીએ સહપરિવાર હાથ જોડી ને
આવો સૌ માનવીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને…

ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં
પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે,
નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા-સબંધી મળે તો કેહજે કે,
અમારા કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….
અમે રાહ જોશું…

ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારે મામા કી સાદીમેં આપ કો આના હી હોગા…

….અમે નાના બાળ જાજુ કઈ બોલાય નહિ,
આપનો અવસર છે છાનું રહેવાય નહિ,
“મામા”,”કાકા”,”ભાઈ” ના લગ્ન માં જરૂર પધારજો…

મંગલ ફેરા વર-વધૂને પુષ્પો થી વધાવીશું,
ગીત, ઢોલ અને શરણાઈથી મધુર સુર રેડાવીશું;
ઉપસ્થિતિ હશે આપ વડીલો, સ્નેહી-સંબંધી, મિત્રોની,
જેનાથી આ શુભ પ્રસંગને અવિસ્મરણીય બનાવીશું;

લગ્નના વાગશે વાજાં, કલશોર કરીશું અમ નાના ભાણેજા
મામા છે અમને બહુ વ્હાલા, પધારજો દેવા આપ આશિષ અમૂલા.

પત્રિકા લેજો સાંભળી, જો જો પડી ન જાય,
ધીરે ધીરે વાંચો, લીટી રહી ન જાય;
સમયની ગાડી છે ન્યારી, કુદરતની કૃપા છે પ્યારી,
અમે રાહ જોઈ રહ્યા છે તમારી, તો પછી કરોને અમારા દીદીના લગ્નમાં અવવાની તૈયારી……

હસ્તી અને હસાવતી,
સુન્દર અને સોહામણી સોનાથી પણ સવાઈ;
માણેકથી મોંઘી અને રૂપાથી રુડી,
પરીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદીના લગ્નમાં વેહલેરા પધારજો…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *