લાલ બહાદુર શાસ્ત્રી
By-Gujju09-09-2023
લાલ બહાદુર શાસ્ત્રી
By Gujju09-09-2023
આજાદ ભારત ના બીજા સ્થાયી વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, ભારત દેશનાત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ સને ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. તેનો જન્મ બીજી ઓક્ટોબર, ૧૯૦૪ -મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયોહતો. બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.આજાડી બાદ શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ પદેનિયુક્ત કરવામાં આવ્યા હતા.એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટનીમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતીસાથે જિતાડવા માટે ખુબ મહેનત કરી હતી. ભારત ના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે, ૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન ૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.
એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને “શાસ્ત્રી” તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી.એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.એમના પિતાશ્રી શારદા પ્રસાદ અને એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થહતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રીગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં.સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી. શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમનો સાથ રહે.અને જેલોમાં રહેવું પડ્યું જેમાં ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. એમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદબલ્લભ પંત, જવાહરલાલ નેહરૂ વગેરે મુખ્ય હતા. ૧૯૨૯માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘનાઇલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહિં તેઓ નેહરૂને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ ૧૯૫૧ સુધી રહ્યા શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ની જીવન ના સંઘર્સ ની યાદો
લાલબહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા.ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરવા વારણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા. તેમને સહું નન્હેના નામથી બોલાવતા હતા.આમ તેઓ ઘણા માઇલનું અંતર ઉઘાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા, તેમજ ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી રીતે જ જવું પડતું હતું.લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે રાષ્ટ્રીય સ્તરે કંઇક કરવાનું મનમાં વિચારી લીધું હતું.લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 16 વર્ષ ની વયે ગાંધીજી સાથે અસહયોગ આંદોલનમાં સામેલ થયા હતા. મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પંરતુ તે નિષ્ફળ રહ્યાંલાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું. ત્યારબાદ તે કાશી વિદ્યાપીઠમાં સામેલ થયાં ત્યાં તેમને પ્રદત્ત સ્નાતકની ડિ.ગ્રીનું નામ ‘શાસ્ત્રી’ હતું. પરંતુ લોકોના મનમાં તે તેમના નામના એક ભાગરૂપે વસી ગયું. 1927માં તેમના લગ્ન થયાં હતા. તેમની ધર્મપત્નીલલિતાદેવી દહેજના નામે એક ચરખો તેમજ હાથથી વણેલું અમુક મીટર કાપડ હતું. તેઓ દહેજના રૂપમાં એનાથી વધારે બીજું કંઇ પણ ઇચ્છતા નહોતા.1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી તેમાં લાલ બહાદુર શાસ્ત્રી જોશભેર સ્વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થયાં.તેમણે ઘણા વિદ્રોહી અભિયાનોનું નેતૃત્વ કર્યું તેમજ કુલ 7 વર્ષ સુધી બ્રિટીશ જેલોમાં રહ્યા. આઝાદીના સંઘર્ષે તેમને પૂર્ણત: પરિપક્વ બનાવી બનાવી દીધા હતા. 1946મા જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તેમાં તેને ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના સંસદિય સચિવ નિયુક્ત કરાયા હતા આમ પોતાની કર્યા નિષ્ઠાથી તેઓ ગૃહમંત્રીના પદ સુધી પહોચી ગયા હતા. 1951માં નવી દિલ્હી આવ્યા ત્યારે ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતાઆમ તેમની લોક પ્રિયતા સતત વધતી ગય. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા તેમાં પોતે આપોતાની જ્વાબદારી સમજી ને મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી જી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા.
વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી 1965ની 26 સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં લોકોને સંબોધન
લાલ બહાદુર શાસ્ત્રીએ લોકોને સંબોધતાં કહ્યું હતું, “પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ અયૂબ ખાને જાહેરાત કરી હતી કે તેઓ આરામથી ચાલીને દિલ્હી સુધી પહોંચી જશે.આવી વાત દ્વારા તેને ભારત ના વડાપ્રધાન ની મશ્કરી કરી ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીએ કહેલું “તેઓ મોટા કદના માણસ છે.પડછંદ છે. મેં વિચાર્યું કે તેમને દિલ્હી સુધી ચાલતા આવવાની તકલીફ શા માટે આપવી? આપણે જ લાહોર તરફ આગળ વધીને તેમનું સ્વાગત કરીએ.”આ વાત લાલ બહાદુર શાસ્ત્રી નહીં, પણ 1965ના યુધ્ધ પછીનાભારતના નેતૃત્વનો આત્મવિશ્વાસ કહેતો હતો.”તેઓ અયુબખાન દિલ્હી આવવાના હતા, પણ જવાહરલાલ નેહરુના નિધન બાદ તેમણે એવું કહીને તેમની ભારત યાત્રા રદ્દ કરી હતી કે હવે કોની સાથે વાત કરવી.”લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું હતું કે તમે નહીં આવતા, અમે આવી જઈશું. તેઓ કાહિરા ગયા હતા. પાછા વળતી વખતે એક દિવસ માટે કરાચી રોકાયા હતા.
વડાપ્રધાનનો કાર્યકાળ9 મી જૂન 1964 ના લાલબહાદુર શાસ્ત્રી પ્રધાન મંત્રી બન્યા. તેઓ એ ઇન્દિરાબેન ને સૂચના અને પ્રસારણ મંત્રી બનવ્યા. આ કાર્યકાલ દરમિયાન પ્રધાનમંત્રી ને સીધા અને સાદા પ્રધાનમંત્રી ગણવામાં આવતા હતા તે કોઈ રાષ્ટ્રીય સમસ્યાને લગતા કડક પગલાં લેવામાં પણ અચકાટ અનુભવતા હતા આ કર્યાકાળ સમયે પંજાબ માં શીખ આંદોલન ઉપડિયું અને તે ઉગ્રબનવા લાગ્યું આ પંજાબી સુબની માંગ માટેનું શીખ આંદો -લન ઉગ્ર ને ઉગ્ર બંનતુગયું રાજભાષા ના રૂપમાં હિન્દી વિરુદ્ધ અંગ્રેજી ની સમશ્યાએ દેશ વ્યાપી આંદોલન નું રૂપ ધારણ કરી લીધું. તેમજ 1965 માં દેશના ઘણા ભાગમાં દુષ્કાળ પડ્યો. દેશ માં ભૂખમરાની સમશ્યા આવિપડ, આવા સમયે ભારતને સંકટ માં ઘેરાયેલું જોઈ પાકિસ્તાને ભારત ના કચ્છ ના રણપર હુમલો કર્યો. શાસ્ત્રીની સમજૂતી થી બંને દેશનું સમથન થયું. ત્યાર બાદ ફરી પાછું પાકિષ્તાન સપ્ટેમ્બર 1965 માં ભારત ના જમ્મુ કશ્મીર પર અચાનક આક્રમણ કર્યું. આ સમયે પાકિષ્તાનની સેના જડપથી આગળ વધતી જોઈ લાલબહાદુર શાસ્ત્રીએ ભારત ની સેનાને મુહતોડ જવાબ આપવાનો આદેશ કરયો. ભારત ના નવજવાનોએ માત્ર 2થી 3 દિવશ માં હજીપીર દરગાહ પર તિરંગો લહેરાવ્યો. પાકિસ્તાન સમજી ગયું કે હવે આપણે આમ યુદ્ધચાલુ રાખસૂ તો આપણે બચી સકસુ નહિતેમ સમજીને પાકિસ્તાને સોવયત સંઘ અને અમેરિકા પાસે ભીખ માંગી શાસ્ત્રીજીએ એ સમયે “જય જવાન જય કિશન” નારો ઉદઘોસિત કરતાં નાનું ભાશણ આપી તેઓ એ સાયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવ પર યુદ્ધ વિરામ કર્યું. 2 જી જાન્યુઆરી 1966 ના રોજ પ્રધાન મંત્રી તાસ્કંદ ગયા ત્યાં બંને દેશ વચ્ચે સમજોતા થયા. આ સમજોતાને તાસ્કંદ સમજોતા કહેવામા આવેછે. આ સંજોતા થી ભારતને ઘણું બધુ ગુમાવ્વુપડ્યું હતું. આની દેશભરમાં અતિ પ્રતિક્રિયા થવાની હતી.
તાસ્કંદ સમજોતાનો આઘાત શાસ્ત્રીજી જેલી ના શક્યા અને 11 જાન્યુઆરી 1966 ના લાલ બહાદુરશાસ્ત્રીનું અવશાન થયું. તો વળી એવીપન વાતો લખેલી છે કે તેમના રસોયા દ્વારા જેર આપવા આવ્યું હતુ . તેમજ એવું પણ કહેવામા આવે છે કે રશિયા, અમેરિકા અને પાકિસ્તાને સાથે મળી શાસ્ત્રી ને ઉડાવી દીધા હતા. આમ સત્ય હકીકત ને દબાવવા માટે વિદેશી સતાઓએ તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવા ના દીધું.
” જય જવાન જય કિશન “