લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની Recipes
By-Gujju11-12-2023
લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની Recipes
By Gujju11-12-2023
જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત – Lila Vatana ni masala bati banavani Recipes શીખીશું, આ બાટી ને તમે દાળ સાથે ખાઈ શકો છો અને મસાલા વાળી હોવાથી ચાય કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તે ઉપર થી ખસ્તા અને અંદર થી સોફ્ટ બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Lila Vatana ni masala bati recipe in gujarati શીખીએ.
લીલા વટાણા ની મસાલા બાટી બનાવવા જરૂરી સામગ્રી
- આદુ 1 ઇંચ
- લીલા વટાણા 1 કપ
- લીલાં મરચાં 2
- ઘઉં નો લોટ 2 કપ
- લીલાં ધાણા ½ કપ
- ઘી 2 ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- બેકિંગ સોડા 1 ચમચી
લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની Recipe in Gujarati
લીલા વટાણા ની મસાલા બાટી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં વટાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ ના ટુકડા અને લીલાં ધાણા ને સુધારી ને નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલો મસાલો નાખો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું નવશેકું ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને દસ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં સરસ થી મીઠું પાથરી ને રાખો. હવે તેને ઢાંકી ને સાત થી આઠ મિનિટ સુધી ગરમ થવા માટે રાખી દયો.
એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે દસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેનો બોલ બનાવી થોડું પ્રેસ કરી ટિક્કી નો સેપ આપો. હવે વચ્ચે આંગળી થી પ્રેસ કરો. હવે બાટી ને ઘી થી ગ્રીસ ને રાખેલી પ્લેટ ઉપર રાખો. આવી રીતે બધી બાટી બનાવી ને તૈયાર કરી લ્યો.
કુકર નું ઢાંકણ હટાવી ને પ્લેટ ને તેમાં મૂકો. હવે ઢાંકણ ને ફરી થી ઢાંકી દયો. બાટી ને બેક કરવા માટે ઢાંકણ માંથી સીટી અને રીંગ બને કાઢી ને કુકર ને બંધ કરવું. હવે તેને પંદર મિનિટ સુધી મિડીયમ તાપે બેક થવા દયો.
પંદર મિનિટ પછી બાટી ની ઉપર ઘી લગાવી તેને પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર ઘી લગાવી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને દસ મિનિટ સુધી બેક કરી લ્યો.
દસ મિનિટ પછી બાટી ને કુકર માંથી બારે કાઢી લ્યો. હવે તેને ઘી માં ડીપ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વટાણા ની મસાલા બાટી. હવે તેને દાળ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ વટાણા ની મસાલા બાટી ખાવા નો આનંદ માણો.
Lila Vatana Bati Recipe Notes
- બેક કરવા માટે લીધેલું મીઠું તમે ફરી થી કોઈ વાનગી ને બેક કરવા માટે વાપરી શકો છો.