Saturday, 27 July, 2024

સ્વામી  વિવેકાનંદ 

117 Views
Share :
સ્વામી  વિવેકાનંદ 

સ્વામી  વિવેકાનંદ 

117 Views

જેનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત એવા સ્વામી વિવેકાનંદ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું અને સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર ને ૧૨ જાન્યુઆરી ના રોજ થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે હતી, સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમના માતુશ્રી નું નામ ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા. પુત્ર  માટે તેઓ વારાણસીના વિરેશ્વર (શિવ)નીઆરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે. આમ સ્વામી વિવેકાનંદ નો  જન્મ શિવજી ની કૃપાથી થયો હતો…                          

પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. થી તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી.નાનપન માં તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી  વગર માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અના-શક્તિ તરફ આકર્ષાતો હતો.                                   

નરેન્દ્રનો પ્રાથમિક શાળા નો અભ્યાશ…

સ્વામીએ પોતાનો પ્રાથમિકશાળા નો અભ્યાશ પોતાના ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ ત્યારબાદ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયનસહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ અને મહાભારત તેમજ પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં સારા જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો.  તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ(જાતિ )અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો.આમ તેઓ નાનપનથીજ આધ્યાત્મિક બાબતમાં વધારે રસ ધરાવતા હતા.                           

વિવેકાનંદ નાનપણથીજ ધ્યાનમાં બેસતા તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઉંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાનદરમિયાન બુદ્ધના દર્શન થતા હતાં                                                           

“ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

  • ૧૮૮૦માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.ત્યા તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને સાથે યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો
  • ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી. 
  • ૧૮૮૧-૮૪ દરમિયાન સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા. તેના આચાર્ય ડૉ. વિલીયમ હેસ્ટીએ લખ્યુ છે કે  “નરેન્દ્ર ખરેખર એક તિભાસંપન્ન વિદ્યાર્થી હતા. નરેન્દ્રનાથ સાથે ચર્ચા થયા બાદ ડૉ. મહેન્દ્રલાલ સરકારે કહ્યુ હતું કે , “આટલી નાની ઉમ્મરે કોઇ યુવાને આટલુ બધુ વાંચન કર્યુ હોય તેવું મેં ક્યાય જોયું નથી અને  વિચાર્યુ પણ નહોતું!”
  • ૧૮૮૬ ની ૧૬ ઓગસ્ટ, વહેલી સવારે કોસીપોરના ગાર્ડન હાઉસમાં રામકૃષ્ણ મૃત્યુ પામ્યા હતા. તેમના  મૃત્યુ અંગે  તેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણે, તેમણે મહાસમાધિ લીધી હતી. 
  • ૧૮૮૭ના પ્રારંભિક સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી. નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું. 
  • ૧૮૮૮માં વિવેકાનંદે મઠ છોડ્યો અને પરિવ્રાજક બન્યા.નરેન્દ્રનાથે ભારતના ચારે ખૂણામાં 5 વર્ષ સુધી પ્રવાસ કર્યો.પ્રવાસો દરમિયાન તેમણે વિદ્વાનો, દિવાનો, રાજાઓ અને જીવનના તમામ  ક્ષેત્રોના લોકો—હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, અછુતો , સરકારી અધિકારીઓ – સાથે ઘરોબો કેળવ્યો અને  તેમની સાથે રહ્યા.૧૮૮૮માં તેમણે વારાણસીથી તેમના પ્રવાસની શરૂઆત કરી હતી. 
  • ૧૮૮૮-૧૮૯૦માં તેઓ બારાનાગોર મઠ માં કેટલોક સમય પાછા ફરતા રહ્યા, કેમ કે તેમની તબિયત બગડતી હતી અને મઠ ને મદદ કરનારા, રામકૃષ્ણના અનુયાયીઓ બલરામ બોઝ અને સુરેશચંદ્ર મિત્રા મૃત્યુ પામ્યા હતા, તેથી મઠ માટે નાણાકીય વ્યવસ્થા પણ કરવાની હતી. 
  • ૧૮૯૦માં તેમના સખા સાધુ સ્વામી અખંડાનંદની સાથે તેમણે પરીવ્રાજક તરીકેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પશ્ચિમની તેમની મુલાકાત પછી જ તેઓ મઠ માં પાછા ફર્યા.
  • ૧૮૯૧ના અંતમાં, સ્વામી તેમના સખા સાધુઓને છોડીને એકલા દિલ્હીગયા. ત્યાથી જયપુર, માઉન્ટ આબુ, રાજસ્થાન અને મહારસ્ટ્ર તરફ આગળ વધ્યા. 
  • ૧૮૯૨માં ત્યાં પહોંચ્યા. પૂણે જતી ટ્રેનમાં તેઓ બાલ ગંગાધર ટિળકને મળ્યા. ત્યાર બાદ દક્ષિણ ભારત  ના પ્રવાસે આગળ વધ્યા. 
  • ૧૮૯૩એ મુંબઈથી ખેત્રીના મહારાજાએ સૂચવેલું વિવેકાનંદ નામ ધારણ કરીને શિકાગો જવા નીકળ્યા 

વિશ્વના ધર્મોની સંસદ

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈઆ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી જેમાં સ્વામીજીને શરૂઆતમાં થોડી તકલીફ સાથે  વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાની  વિવેકાનંદની વોલ્યુમ 1/ધર્મ સંસદમાં વક્તવ્ય/સત્કારનો પ્રતિભાવ વ્યક્ત કરતાં  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથેશરૂ કરિયું. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ. સન્માન બે મિનિટ સુધી ચાલ્યું. ત્યાર બાદ પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃકે ભગવદ્ ગીતા ના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર રસ્તા પર પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે. ટૂંકું વક્તવ્ય માં વિશ્વ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી. આમ સ્વામીએ સૌપ્રથમ શિકાગો માં ભારતનો ડંકો વગાડયો હતો.  આમ અમેરિકાના અખબરાઓ સ્વામી વિવેકાનંદ વિશે નોંધ્યુ કે “તેઓ ધર્મ સંસદની સૌથી મહાન પુરુષ  હતા” અને “સંસદમાં સૌથી વધારે પ્રભાવ ધરાવનાર તથા સૌથી વધારે લોકપ્રિય પુરુષ હતા”.આમ આ સંસદનું ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સમાપન થયું.                                        

અમેરિકા, ઈંગ્લેન્ડનો પ્રવાસ

  • ૧૮૯૩માં શિકાગોના ધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે યોજાયેલી ધર્મ સંસદ પછી પૂર્વીય અને મધ્ય યુનાઈટેડ સ્ટેટ્સમાં વક્તવ્યો આપવામાં વિવેકાનંદે આખા બે વર્ષ જેટલો સમય માટે રોકાણા. 
  • ૧૮૯૫ અને ૧૮૯૬માં બેવખત ઈંગ્લેન્ડની મુલાકાત લીધી. તેમના વ્યાખ્યાન ત્યાં સફળ રહ્યાઅહીંયા તેઓ કુ. માર્ગારેટ નોબલને મળ્યા.  કે જે પાછળથી સિસ્ટર નિવેદિતા બન્યા. 
  • ૧૮૯૫ અને ૧૮૯૬માંતેમને બે શૈક્ષણિક પ્રસ્તાવ પણ મળ્યા, હાવર્ડ યુનિવર્સિટી ખાતે પૂર્વીય તત્વજ્ઞાનના વડા અને કોલંબિયા યુનિવર્સિટી ખાતે પણ આ જ પ્રકારનો હોદ્દો. જોકે બંને પ્રસ્તાવનો તેમણે અસ્વીકાર કારણ કે સાધુ તો ચલતા ભલાના ન્યાયે તેઓ આ પ્રકારના કામ માટે કોઈ એક સ્થળે સ્થાયી થઈ શકે       તેમ નહોતા. 
  • ૧૮૯૫માં વેદાંત શીખવવા માટે મદ્રાસમાં બ્રહ્મવાદિન નામે ઓળખાતુ નિયતકાલિક શરૂ થયુ. જેનો અનુવાદ બ્રહ્મવાદિન માં પ્રકાશિત થયો(૫) ૧૮૯૬ના૧૬ ડિસેમ્બરરોજ વિવેકાનંદ ઈંગ્લેન્ડ છોડીને ભારત આવવા નીકળ્યા અને તેમની સાથે અનુયાયીઓમાં કેપ્ટન અને શ્રીમતી સેવિઅર,અને જે.જે.ગુડવિન હતા.
  • ૧૮૯૬ના ૩૦ ડિસેમ્બરના રોજ નેપલ્સના બંદરેથી ભારત આવવા વહાણમાં બેઠા. પાછળથી કુ. મુલરઅને સિસ્ટર નિવેદતા તેમની પાછળ ભારત આવ્યા.  સિસ્ટર નિવેદતાએ ભારતીય મહિલાઓના શિક્ષણમાં અને ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં બાકીનું જીવન સમર્પિત કરી દીધું.(૭) ૧૮૯૭ ના૧૫ જાન્યુઆરી ના  રોજ કોલંબો આવ્યા અને તેમનું ભવ્ય સ્વાગત થયું. અહીંયા તેમણે પૂર્વ પ્રથમ જાહેર વક્તવ્ય આપ્યુ॰ 

રામકૃષ્ણ મઠ અને મિશનની સ્થાપના…..

સ્વામીજી ૧ મે ૧૮૯૭ના રોજ કલકત્તા ખાતે વિવેકાનંદે “રામકૃષ્ણ મઠ”—ધર્મના પ્રચારસંસ્થા અને “રામકૃષ્ણ મિશન”—વિશેષ સેવા માટેની સંસ્થા ની શરૂઆત કરી. રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મ યોગ આધારિત છે. તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈ, એક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમતરીકે ઓળખાતો બીજો મઠ હિમાલયપર માયાવતી ખાતે અલમોરાપાસે અને બાદમાં ત્રીજોમઠ મદ્રાસ ખાતે સ્થપાયો.  આ સમયગાળા દરમિયાન તેમણે પ્રખ્યાત આરતી ગીતનીરચના કરી, કથળતા સ્વાસ્થ્યની વચ્ચે જૂન ૧૮૯૯માં તેઓ ફરી એક વાર પશ્ચિમ જવા નીકળ્યા. ત્યાથી  ઈંગ્લેન્ડ,  ન્યૂયોર્ક , કેલિફોર્નિયા , પેરિસની , ઈજિપ્તની ટૂંકી મુલાકાતો લીધી.  તેમણે ઓક્ટોબર ૨૪, ૧૯૦૦ના રોજ પેરિસ છોડ્યુ અને ડિસેમ્બર ૯, ૧૯૦૦માં બેલુર મઠ આવ્યા. 

ડિસેમ્બર ૧૯૦૧માં જાપાને તેમને ધર્મ સંમેલનમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યુ, પરંતુ કથળતા આરોગ્યનાપગલે તેઓ ઉપસ્થિત રહી શક્યા નહિ. આખરી દિવસોમાં તેમણે બોધગયા અને વારાણસીની યાત્રા કરી અને તેઓ અસ્થમા, ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના ત્રણ દિવસ પહેલા તેમણે અંતિમક્રિયાનુંસ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલ મંદિર ઉભુ છે.                

તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યુ હતું કે તેઓ ચાળીસ વર્ષ સુધી નહિ જીવે.                   

આમ તેઓ એ રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. જુલાઈ ૪, ૧૯૦૨ના રોજ નવ વાગીને દસ મિનિટે ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું.ડોક્ટરોના મતે મગજમાં લોહીનીનળી ફાટી જવાથી આમ થયુ હતું, પરંતુ મૃત્યુનું સાચુ કારણ તેઓ શોધી શક્યા નહોતાતેમના શિષ્યોનાજણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી તેમ કહેવાય છે.                  

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી,  સુભાષચંદ્ર બોઝના , મોહનદાસગાંધી, આ બધાનું કહેવું હતું કે  વિવેકાનંદ “આધુનિક ભારતના ઘડવૈયા છે” વિવેકાનંદના પ્રભાવથી “તેમના દેશપ્રેમમાં હજારગણી વૃદ્ધિ” થઈ હતી.                   

૧૨મી જાન્યુઆરીએ તેમની યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવક દિનની દિનની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વ્યાપક પ્રેરણા આપીહોય તેવું સ્વીકારાયુ છે. ભારતની સ્વાતંત્ર્ય ચળવળની સૌથી જાણીતી વ્યક્તિઓમાંના એક સુભાષચંદ્રબોઝે કહ્યું હતુ,                     

આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,
ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.
હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ,
ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.

પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાયથી જાગ્રત કરી શકાય છે             પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે.                                                                                     

સ્વામી વિવેકાનંદ…  

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *