મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2024
By-Gujju21-12-2023

મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2024
By Gujju21-12-2023
મીઠા ગોળમાં મળી ગયો તલ,
ઉડ્યો પતંગ અને ખીલી ગયું દિલ,
દરેક ક્ષણે સુખ અને દરેક ક્ષણે શાંતિ. તમને Happy Uttarayan અને Happy Makar Sankranti
હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી
પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો. હેપી ઉત્તરાયણ
જેમ સૂર્ય તેની ઉત્તર દિશામાં સફર શરૂ કરે છે, તેમ
ચાલો આપણે સાથે મળીને પ્રેમ, શાંતિ અને આનંદથી
ઉત્તરાયણની ઉજવણી કરીએ. તમને મકરસંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ
સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને
ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ. તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ!
ખાલી કહેવા માટેજ
ઉતરાયણ નો તહેવાર એક દિવસ નો છે.
બાકી આખ્ખું વર્ષ આજ થાય છે….
હું તારી કાપું તું મારી કાપ….
બધા એક બીજા ની કાપો…
એ લપેટટટટ તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના
ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી
પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે. તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
હુ ઉડતી પતંગ, તું છે કોઈ ડોર,
જ્યાં લઇ જાય, ત્યાં આવું તારી સાથ. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ
ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ. ઉત્તરાયણ ની શુભકામના
ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે. હેપી મકરસંક્રાંતિ 2024
આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર તમારા
જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે. તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના
પહેલાના સમયે એક હજાર વાર દોરી માંથી પણ વધતી હતી.
આજે પાંચ હજાર વાર પણ ઓછી પડે છે.
આકાશ મોટું નથી થયું,
કાપાકાપી જ વધી ગઈ છે. મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ
પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે. Happy Uttarayan 2024
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર. Happy Makar Sankranti 2024
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે. મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છઓ