મારાં ભાગ્ય ફળ્યાં રે
By-Gujju27-04-2023
371 Views
મારાં ભાગ્ય ફળ્યાં રે
By Gujju27-04-2023
371 Views
આજ મારે સાધુજનોનો સંગ રે રાણા,
મારાં ભાગ્ય ફળ્યાં રે આજ … (ટેક)
સાધુજનોનો સંગ જો કરીએ પિયાજી,
ચડે તે ચોગણો રંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
સાકુટ જનનો સંગ ન કરીએ પિયાજી
એ તો પાડે ભજનમાં ભંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
અડસઠ તીરથ સંતોને ચરણે પિયાજી,
કોટિ કાશી ને કોટિ ગંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
નિંદા કરશે તે તો નર્કમાં જાશે પિયાજી,
થાશે આંધળાં અપંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
મીરાં કહે ગિરિધરના ગુણ ગાયો પિયાજી,
સંતોની રજમાં શિર સંગ રે … મારાં ભાગ્ય ફળ્યાં.
– મીરાંબાઈ