મારી પ્રેરણામૂર્તિ નિબંધ
By-Gujju03-10-2023
મારી પ્રેરણામૂર્તિ નિબંધ
By Gujju03-10-2023
સ્વામી વિવેકાનંદનો જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. નરેન્દ્રની બુઘ્ઘી બાળ૫ણથી જ તીવ્ર હતી અને ૫રમાત્માને પામવા માટેની મનમાં લાલસા હતી. તેના માટે બ્રહમો સમાજમાં ગયા ૫રંતુ તેમાં તેમને સંતોષ ન થયો.
તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું.તેઓ કલકત્તા હાઈકોર્ટમાં એટની હતા.નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો. પરંતુ પછીથી તેઓ સને ૧૮૭૧માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.
ઉઠો જાગો અને ઘ્યેય પાપ્તિ સુઘી મંડયા રહો એ તેમનો મંત્ર હતો. પોતાની માતાનું એક વાક્ય પોતાના મૃત્યુના અંતિમ દિવસ સુધી હંમેશા યાદ રાખ્યું હતું. તેઓ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતા અને વિવિધ વિષયો પર પણ ખૂબ જ રસ ધરાવતા હતા.
પોતાની માતાનું એક વાક્ય પોતાના મૃત્યુના અંતિમ દિવસ સુધી હંમેશા યાદ રાખ્યું હતું તત્વગ્યાં ઇતીહાસ સમાજશાસ્ત્ર વગેરે અન્ય વિષયો પર પણ વિદ્વતા ધરાવતા હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો
તેઓએ વેદ-ઉપનિષદ રામાયણ મહાભારત જેવા વેદોમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.સ્વામી વિવેકાનંદની માતાએ તેમના આધ્યાત્મિક જીવનમાં પણ ખૂબ જ મહત્વ ભાગ ભજવ્યો હતો. પોતાની માતાનું એક વાક્ય પોતાના મૃત્યુના અંતિમ દિવસ સુધી હંમેશા યાદ રાખ્યું હતું “તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો. તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો.પરમ શાંત બનો; પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠ્ઠણ બનાવી દો.” તેઓએ ૧૮૮0માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.
તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો.સને ૧૮૮૧માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને ૧૮૮૪માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી
બાળપણથી જ તેઓએ આધ્યાત્મિકતા, ઇશ્વરાનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા.
તેમના પર તે સમયની મહત્વની સામાજિક-ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. તેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા
સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન ,અને તેના પ્રકૃતિ-ગુઢવાદ પર પ્રવચન કરતા સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. કવિતામાં આવતા સમાધી શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે
દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા સ્વામી વિવેકાનંદ ના ગુરુ નું નામ રામકૃષ્ણ પરમહંસ હતું.
નવેમ્બર ૧૮૮૧માં તેની રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી.પ્રારંભમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા.
રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હ્રદય-પુર્વકનો અને એક અનુયાયીની સંપુર્ણ શરણાગતિ સાથે હતો.
સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોના ધી આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે યોજાયેલી ધર્મ સંસદ પછી પૂર્વીય અને મધ્ય યુનાઈટેડ સ્ટેટ્સમાં વક્તવ્યો આપવામાં વિવેકાનંદે આખા બે વર્ષ જેટલો સમય લીધો જેમાં તેઓ મુખ્યત્વે શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન અને ન્યૂ યોર્કમાં દેખાયા હતા.