Saturday, 21 December, 2024

માતૃભૂમિ Lyrics in Gujarati

503 Views
Share :
Matrubhumi Lyrics

માતૃભૂમિ Lyrics in Gujarati

503 Views

નસીબ વાળા ને મળે છે દેશ માટે લડવા
નસીબ વાળા ને મળે છે દેશ માટે લડવા
નહિ લાજવા દહૂં હું તારું ધાવણ મારી માં

હા જવા દે મને દેશ માટે લડવા
જવા દે મને દેશ માટે લડવા

કાંતો ઓઢી કફન થઈશ માટીમાં દફન
ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન
ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન

ખુસીઓ છે કરૂણા છે છે દયા ને દાતારી
થર થર ઘરણી ધ્રુજાવે એવી ઘણી થઈ ખુંવારી
અહીં વેદોનું જ્ઞાન અને ઊગતા સુરજ ને પ્રણામ
રીઝવે સુહાગણ ચંદર ને એવી છે માં દુલારી
રીઝવે સુહાગણ ચંદર ને એવી છે માં દુલારી
એવી છે માઁ દુલારી

હો અંબર સુધી છવાયેલુ છે જેનુ ભારત છે નામ
નઈ ઝુકવા દઉ હું એ તિરંગાની શાન

હા ભોમકા એવી છે અહીં વિરોના ઉપવન
ખુદ મોતને ભેટીને બચાવ્યું વતન

હા રેવાદે મને ધરતી માઁ ના શરણે
આ ખુશીયો જનગણની વીરોના કારણે

કાં તો ઓઢી કફન થઈશ માટી માઁ દફન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન

છુ માટીનો તો ડર મરવાનો શું કામ
છે જીવ જ્યાં સુધી તને અર્પણ હુ આમ

જય જય જવાન વંદન તને હિંદુસ્તાન
છે આદિ અનાદિથી ભારત મહાન

હા જવા દે મને દેશ માટે લડવા
જવા દે મને દેશ માટે લડવા

કાં તો ઓઢી કફન થઈશ માટી માં દફન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન
રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન

નશીબ વાળાને મળે છે દેશ માટે લડવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *