Saturday, 21 December, 2024

જાણો જગન્નાથ મંદિર ના 8 ચમત્કારો: વિજ્ઞાન તેને સાબિત કરવામાં અસમર્થ (Jagannath Temple Mysteries)

142 Views
Share :
જગન્નાથ મંદિર ના 8 ચમત્કારો: વિજ્ઞાન તેને સાબિત કરવામાં અસમર્થ (Jagannath Temple Mysteries)

જાણો જગન્નાથ મંદિર ના 8 ચમત્કારો: વિજ્ઞાન તેને સાબિત કરવામાં અસમર્થ (Jagannath Temple Mysteries)

142 Views

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પુરીમાં ભગવાન જગન્નાથનું મંદિર રાજા ઇન્દ્રદ્યુમ્ને શ્રી હનુમાનજીની પ્રેરણાથી બનાવ્યું હતું. અનેક ધાર્મિક કથાઓના આધારે, ભગવાન જગન્નાથે આ મંદિરની સુરક્ષાની જવાબદારી શ્રી હનુમાનજીને સોંપી હતી. માન્યતાઓ અનુસાર, મંદિરના દરેક ખૂણામાં હનુમાનજીનો વાસ છે અને તેઓએ અહિં અનેક ચમત્કારો કર્યા છે. આ ચમત્કારોમાંનો એક મહત્વપૂર્ણ ચમત્કાર સમુદ્રના અવાજને રોકવાનો છે. મંદિર સમુદ્રના તટે સ્થિત હોવા છતાં, મંદિરમાં સમુદ્રના તરંગોનો કોઈ અવાજ આવતો નથી.

આ પ્રાચીન કથા પ્રમાણે, સમુદ્રનો અવાજ મંદિરના આસપાસ ન પડે તે માટે હનુમાનજીએ પોતાના ચમત્કારી શક્તિથી તેનો અવાજ અટકાવ્યો છે. એવું કહેવાય છે કે, જ્યારે સમુદ્રના તરંગો મંદિર તરફ આવવા લાગ્યા, ત્યારે હનુમાનજીએ આ અવાજને રોકી દીધો અને તેને મંદિરના દરવાજા સુધી પહોંચવાની પરવાનગી ન આપી. આ અદ્ભુત ઘટના આજ સુધી મંદિરમાં આવેલા યાત્રાળુઓ માટે આશ્ચર્યજનક છે, અને તેથી તે જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.

જો તમે પણ આ દર્શનીય ઘટનાનો અનુભવ કરવા માગતા હો, તો પુરીના જગન્નાથ મંદિરની મુલાકાત એક અવિસ્મરણીય અનુભવ સાબિત થઈ શકે છે.

હવાની વિપરીત દિશામાં લહેરાતો ધ્વજ

જગન્નાથ મંદિરની ધજા હંમેશા પવનની દિશાના વિપરીત ફરકે છે, જેનું રહસ્ય આજ સુધી કોઈને ખબર નથી.

મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે, માન્યતા મુજબ જો તે બદલવામાં ન આવે તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જશે.

ગુંબજનો પડછાયો નથી પડતો

જગન્નાથ મંદિર ૨૧૪ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે, પરંતુ આ મંદિરે પડછાયો ધરા પર નથી પડતો. આ ચમત્કારનો રહસ્ય આજે સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

સૌથી ઉપરના વાસણ માં ભોજન પાકે છે

જગન્નાથ મંદિરના પ્રસાદ માટે માટીના વાસણો અને ચુલાંનો ઉપયોગ થાય છે. ભોજન એકના ઉપર એક એમ ૭ વાસણોમાં બનાવવામાં આવે છે, પરંતુ સૌથી ઉપરનું વાસણ સૌથી પહેલા ભોજન પકાવે છે. આ ક્રમ વિરુદ્ધ છે અને આ ચમત્કારનું કોઈ વિજ્ઞાનિક કારણ મળ્યું નથી.

ઘુમ્મટની આસપાસ પક્ષીઓની હાજરી નથી

મંદિરના શિખરની આજુબાજુ કોઈ પક્ષી ઉડતું કે બેસતું નથી દેખાતું. માન્યતા છે કે મંદિરની ટોચથી વિમાનો પણ પસાર થવાનું ટાળે છે. આ એક ખાસ મુદ્દો છે, કારણ કે સામાન્ય રીતે અન્ય ભારતીય મંદિરોની ટોચ પર અથવા આજુબાજુ પક્ષીઓ બેસતા અને ઉડતા નજરે ચડે છે, પણ અહીં એ જોવામાં નથી આવતા.

વિશ્વનું વિશાળ રસોડું

મંદિરના રસોડામાં 500 રસોઈયા અને 300 સહાયકો સાથે ભગવાન જગન્નાથ માટે પ્રસાદ તૈયાર કરે છે. રોજે રોજ હજારો ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે, અને તે લાખો સુધી પણ પહોંચે છે. એક વિશિષ્ટ વાત એ છે કે પ્રસાદ નો કોઈ જથ્થો ક્યારેય બગડે કે વ્યર્થ ન જાય. અહીં ભોજનના પરિમાણો એટલા મોટા છે કે એક જ સમયે લગભગ 20 લાખ લોકો આ પ્રસાદનો આનંદ માણી શકે છે.

અદ્રશ્ય અવાજ અને ગંધ

મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર, જેને સિંહદ્વાર કહે છે, પર પ્રવેશતાં જ સમુદ્રની દરિયાકિનારાની ગગનભેદી લહેરોનો અવાજ ગાયબ થઇ જાય છે. એ અવાજ માત્ર મંદિરની બહાર જ સાંભળવા મળે છે. એ જ રીતે, મંદિરની બહાર સ્વર્ગદ્વાર પાસે મૃતદેહોની દાહ પ્રક્રિયા ચાલી રહે છે, પરંતુ મંદિરની અંદર તેનો કોઈ થકાવો કે ગંધ ન હોવાનું જણાય છે.

શ્રીકૃષ્ણ ભગવાન નું ધબકતું હૃદય

શ્રીકૃષ્ણના અવસાન બાદ તેમના શરીરનું વિલીન થયા બાદ પણ હૃદય ધબકતું રહ્યું અને તે હૃદય લાકડાની મૂર્તિમાં છે. શ્રીકૃષ્ણ, બલભદ્ર અને શુભદ્રાની લાકડાની મૂર્તિઓ મંદિરમાં સ્થાપિત છે, જે દર ૧૨ વર્ષમાં બદલવામાં આવે છે.

મૂર્તિ બદલવામાં આવતા સમયે કોઈને મંદિરની અંદર પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. ફક્ત પુજારીને જ પરવાનગી છે અને તેમની આંખોને પટ્ટી બાંધી અને હાથમોજાં પહેરાવવામાં આવે છે.

બ્રહ્મ પદાર્થ (શ્રીકૃષ્ણનું હૃદય) જો કોઈ જુએ તો તેના શરીરમાં વિસ્ફોટ થવાનો વિશ્વાસ છે. જે પુજારી મૂર્તિ બદલવામાં મદદરૂપ થાય છે તે કહે છે કે બ્રહ્મ પદાર્થને સ્પર્શ કરતી વખતે કોઈ જીવંત સસલું ઉછળતું હોય તેવી લાગણી થાય છે.

સુંદર અને ચમત્કારિક સુદર્શન ચક્ર

પુરીમાં જ્યાંથી પણ જુઓ, મંદિરની ટોચ પરનું સુર્શન ચક્ર હંમેશા તમારી સામે જ દેખાય છે. આ ચક્રને નીલચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચક્ર અષ્ટધાતુથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો:

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *