Monday, 23 December, 2024

Na Na Nahi Aavu Mele Lyrics in Gujarati

1460 Views
Share :
Na Na Nahi Aavu Mele Lyrics in Gujarati

Na Na Nahi Aavu Mele Lyrics in Gujarati

1460 Views

ના ના નહિ આવું મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
ના ના નહિ આવું મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
હે … મારે વહેતે ગળે ન હવે ગાવું
મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
ના ના નહિ આવું

ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં એ નજરૂ કે જેણે મને ઘેરી
સખી હો સખી અમથું અમથું ક્યાં અટવાવું
મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
ના ના નહિ આવું

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો

સખી હો … સખી એવા વેરાને કેમ જાવું
મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
ના ના નહિ આવું મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *