Wednesday, 8 January, 2025

Nath No Re Nath Dwarikano Nath Lyrics in Gujarati

167 Views
Share :
Nath No Re Nath Dwarikano Nath Lyrics in Gujarati

Nath No Re Nath Dwarikano Nath Lyrics in Gujarati

167 Views

એ નાથ નો રે નાથ
એ નાથ નો રે નાથ દ્વારીકાનો નાથ રે
એ ગાયોનો ગોવાળ દ્વારીકાનો નાથ રે
એ તો મીઠુંડી મોરલી વગાડે છે
એના ભક્તોને ધેલું લગાડે છે
એ તો મીઠુંડી મોરલી વગાડે છે
એના ભક્તોને ધેલું લગાડે છે
ઠાકર એવું નામ દ્વારીકાનો નાથ રે
એ નાથ નો રે નાથ દ્વારીકાનો નાથ રે

એ હોનાની એની નગરી રૂડી છે
નગરીનો એ છે રાજા
જગતમંદિરમાં બેઠ્યો છે જોને
આખા જગતનો રાજા
કોઈ કાનુડો કે કોઈ શ્યામળિયો કે
કોઈ કાનુડો કે કોઈ શ્યામળિયો કે
એ ના થાય એની વાત દ્વારીકાનો નાથ રે
એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે

નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારી
મીરાનો એ શ્યામળિયો
દ્રૌપદીના એ ચીર પુરનારો
કાનુડો મોરલી વાળો
દુખિયાનો બેલી એની રાધા ધેલી
દુખિયાનો બેલી એની રાધા ધેલી
એ તો રાખે સૌની લાજ દ્વારીકાનો નાથ રે
એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે

ઓ એની દયાથી ખમ્મા મજા છે
રાખે છે હૌને હાજા
મારા માલધારીને રાકેશ બારોટના
જુહાર કહેવા ઝાઝા
કોઈ માધવ કે કોઈ મોહન કે
કોઈ માધવ કે કોઈ મોહન કે
એ જગનો તારણહાર દ્વારીકાનો નાથ રે
એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે
એ ગાયોનો ગોવાળ દ્વારીકાનો નાથ રે
એ ભોળાનો ભગવોન દ્વારીકાનો નાથ રે
એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *