Goga Tari Vaadi Ma Ghina Che Diva Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Goga Tari Vaadi Ma Ghina Che Diva Lyrics in Gujarati
By Gujju20-05-2023
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ જળતાં ઘીના છે દિવા
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ જળતાં ઘીના છે દિવા બાપા
એ હે દૂધના કટોરા આવો બાપા પીવા
દૂધના કટોરા આવો બાપા પીવા
એ મોટી મૂછવાળા ગમતા મને દેવા
ઝળ હળ બળતા ગોગા તારા દિવા બાપા
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા
જય ગોગા મહારાજ
જય જય જય ગોગા મહારાજ
હા આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે
તું ધારે તો બાપા પળમાં થઇ જાશે
હો હો આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે
તું ધારે તો બાપા પળમાં થઇ જાશે
હે હે પાય ગોગા લાગુ બીજું કોઈ ના માંગુ
રાત દિવસ બાપા દર્શન એક માંગુ
એ મોટી મૂછવાળા ગમતા મને દેવા
ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા
હે ભૂમિનો ભાર બાપા તમે રે ઝીલનારા
શિવ શંકરના ગળે રમનારા
હો હો ભૂમિનો ભાર બાપા તમે રે ઝીલનારા
શિવ શંકરના ગળે રમનારા
એ હે કરું તારી માળા તું કરજે રખવાળા
પરમ કૃપાળુ તમે પરચાડા
હો ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ જળતાં ઘીના છે દિવા બાપા
એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા
ઝળ હળ જળતાં ઘીના છે દિવા ગોગા