નવરાત્રી વર્ષ માં કેટલી વાર ઉજવાય છે?
By-Gujju17-10-2023
નવરાત્રી વર્ષ માં કેટલી વાર ઉજવાય છે?
By Gujju17-10-2023
વર્ષ દરમિયાન ચાર નવરાત્રીની ઉજવણી થાય છે. જેના નામ અનુક્રમે વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી એવા છે.
૧. વસંત નવરાત્રી :
આ તહેવાર વસંત ઋતુમાં ઉજવાય છે. અંદાજે માર્ચ-એપ્રિલ માસ વખતે ઉજવાતો આ તહેવારને લોકો ચૈત્ર નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ નવદિવસોના ઉત્સવને રામનવરાત્રી એવા નામે પણ ઓળખવામાં આવે છે.
૨. ગુપ્ત નવરાત્રી :
આ તહેવાર અષાઢ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જૂન-જૂલાઈ માસમાં ઉજવાય છે. આ તહેવારને અષાઢ નવરાત્રી, ગાયત્રી નવરાત્રી કે શાકંભરી નવરાત્રી તરીકે પણ ઓળખે છે.
૩. શરદ નવરાત્રી :
આ તહેવાર આસો સુદ અજવાળિયા દરમિયાન ઉજવાય છે. તે બીજા નામે એટલે કે મહાનવરાત્રી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ જ મહત્વની નવરાત્રી છે.
૪. પુષ્ય નવરાત્રી :
આ તહેવાર પોષ સુદ અજવાળિયા દરમિયાન અંદાજે ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં ઉજવાય છે. જે આ તહેવાર બીજા નામ પોષ નવરાત્રી તરીકે ઓળખાય છે.
૫. માધ નવરાત્રી (વૈકલ્પિક) :
આ તહેવાર મહા સુદ અજવાળિયા દરમિયાન અંદાજે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં ઉજવાય છે. આ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખાય છે.