Sunday, 22 December, 2024

પશ્ચિમોત્તાનાસન

465 Views
Share :
પશ્ચિમોત્તાનાસન

પશ્ચિમોત્તાનાસન

465 Views

પશ્ચિમોત્તાનાસન : પશ્ચિમ શબ્દનો અર્થ થાય છે પાછાલનો ભાગ. શરીરના પાછળના ભાગને ખેંચવું કે પ્રસારિત કરવું તેને પશ્ચિમોત્તાનાસન કહે છે. આ આસનમાં શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ તથા આ આસનની સિદ્ધિ થતાં પ્રાણ પશ્ચિમવાહી એટલે કે સુષુમ્ણામાં વહન થતો હોઈ આ આસનને પશ્ચિમોત્તાનાસન કહે છે.

પશ્ચિમોત્તાનાસન વિશે યોગના પ્રમાણભૂત ગ્રંથ મનાતા ઘેરંડ સંહિતા અને હઠયોગપ્રદીપિકામાં આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

पश्चिमोत्तानासन
प्रसार्य पादौ भुवि दण्डरूपौ दोर्भ्यां पदाग्रद्वितयं गृहीत्वा ।
जानूपरिन्यस्तललाटदेशो वसेदिदं पश्चिमतानमाहुः ॥

इति पश्चिमतानमासनाग्र्यं पवनं पश्चिमवाहिनम् करोति ।
उदयं जठरानलस्य कुर्यादुदरे कार्श्यमरोगतां च पुंसाम् ॥

મૂળ સ્થિતિ : બન્ને પગ સીધા રાખી બેસવું.

  • બન્ને પગને આગળ લંબાવીને એકબીજા સાથે અડેલા રહે તેમ બેસો.
  • ઘૂંટણ ઉપર બન્ને હાથને ગોઠવો.
  • હવે, શ્વાસ લેતાં લેતાં બન્ને હાથ આકાશ તરફ લઈ જાઓ.
  • ત્યાર બાદ શ્વાસ છોડતાં છોડતાં શરીરને સામેની તરફથી આગળ ઝૂકતાં બન્ને હાથ વડે પગના અંગૂઠા પકડી લો.
  • આ સ્થિતિમાં માથું ઘૂંટણે અડશે.
  • હવે, હાથની કોણી જમીનને અડશે. આગળ ઝૂકતી વખતે શ્વાસ બહાર કાઢો અને પેટના સ્નાયુઓને અંદર ખેંચો.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહો.
  • શ્વાસ લેતાં લેતાં મૂળ સ્થિતિમાં પરત આવો.

    • કોઈપણ પ્રકારની ઉતાવડ ન કરવી.
    • પગને ઘૂંટણમાંથી વાળવા નહિ.
    • વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવો નહિ.
    • મનને કેંદ્રિત કરવું.
  • કોઈપણ પ્રકારની ઉતાવડ ન કરવી.
  • પગને ઘૂંટણમાંથી વાળવા નહિ.
  • વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવો નહિ.
  • મનને કેંદ્રિત કરવું.
    • કરોડના તમામ મણકાઓને વ્યાયામ મળે છે.
    • જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
    • પેટના સ્નાયુઓને વ્યાયામ મળે છે.
    • પેટની ચરબી ઓછી થાય છે.
    • પાચનશક્તિ વધે છે.
    • પેટના આંતરિક અવયવો વધુ કાર્યક્ષમ બને છે.
    • પીઠ તથા પગની નસોમાં નબળાઈ દૂર થાય છે.
    • પેટનો બિનજરૂરી વાયુ બહાર નીકળી જાય છે.
    • યકૃત તથા મૂત્રાશયના વિકારો નષ્ટ થાય છે.
    • પેટના દરેક રોગોમાં આ આસન ખૂબ જ લાભદાયી છે.
    • ફેફસાની નબળાઈ દૂર થાય છે.
    • કબજિયાત, અપચો  અને ગૅસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
    • ભૂખ ઉઘડે છે.
    • કરોડ અને બસ્તીપ્રદેશના જ્ઞાનતંતુઓની નાડીઓ નીરોગી અને કાર્યક્ષમ બને છે.
    • આ આસનથી ગર્ભાશયમાં રક્તાભિસરણ થવાથી એનાં છિદ્રો ખુલ્લાં થાય છે.
    • કફ, આમ અને મેદ નાશ પામે છે.
    • જાતીય નબળાઈ દૂર થાય છે.
    • મનની શાંતિ તથા ચિત્તની સ્થિરતામાં આ આસનથી ખુબ મદદ મળે છે.
    • ઊંચાઈ વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.

  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *