Wednesday, 15 January, 2025

પ્રજાપાલક રાજા પૃથુ

268 Views
Share :
પ્રજાપાલક રાજા પૃથુ

પ્રજાપાલક રાજા પૃથુ

268 Views

ધ્રુવનાં વનગમન પશ્ચાત એમનાં પુત્ર ઉત્ક્લને રાજ સિંહાસન પર બેસાડવામાં આવ્યો, પરંતુ એ જ્ઞાની અને વિરક્ત પુરુષ હતાં. અત: પ્રજા એમણે મૂઢ એવં પાગલ સમજીને રાજગાદી પરથી હટાવી દીધાં અને એમના નાનાં ભાઈ ભ્રમીપુત્ર વત્સરને રાજગાદી પર બેસાડી દીધાં. એમણે અને એમનાં પુત્રોએ લાંબી અવધિ સુધી શાસન કર્યું. એમનાં જ વંશમાં એક રાજા થયો અંગ.. એમણે ત્યાં વેણ નામનો પુત્ર થયો

વેનની નિર્દયતાથી દુખી થઈને રાજા અંગ વનમાં જતાં રહ્યા. વેને રાજગાદી સંભાળી લીધી. અત્યંત દુષ્ટ પ્રકૃતિનો હોવાનાં કારણે અંતમાં ઋષિઓએ એને શાપ આપીને મારી નાંખ્યો. વેનને કોઈ સંતાન હતું નહીં. અત: એમની જમણી ભુજાનું મંથન થયું ત્યારે રાજા પૃથુનો જન્મ થયો. ધ્રુવના વંશમાં વેન જેવાં ક્રૂર જીવો કેમ પૈદા થયાં? આની પાછળ કયું રહસ્ય છે? એ જાણવાની ઈચ્છા બહુજ સ્વાભાવિક જ ગણાય.

અંગ રાજાએ પોતાની પ્રજાને સુખી રાખી હતી. એક વાર એમણે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. એ સમયે દેવતાઓએ પોતાનો ભાગ ગ્રહણ કર્યો નહીં કારણકે અંગ રાજાને કોઈ સંતાન હતું જ નહીં. મુનિઓના કથનાનુસાર અંગ રાજા એ આ યજ્ઞ ને અધુરો છોડીને પુત્રપ્રાપ્તિ માટે બીજો યજ્ઞ કર્યો. આહુતિ આપતાંજ યજ્ઞમાંથી એક દિવ્ય પુરુષ પ્રકટ થયો. એણે રાજાને ખીરથી ભરેલું એક પાત્ર આપ્યું.

રાજાએ ખીરનું પાત્ર લઈને સુંધ્યુ અને પછી એને પોતાની પત્નીને આપી દીધું. પત્નીએ એ ખીર ગ્રહણ કરી!!!! સમય જતા એમનાં ગર્ભમાંથી એક પુત્ર જન્મ્યો. પરંતુ માતા અધર્મી હતી એ કારણે સંતાન અધર્મી થયું. એજ અંગ રાજાનો પુત્ર વેણ હતો. વેનનાં અંશથી રાજ પૃથુની હસ્તરેખાઓ તથા પગમાં કમળની ચિહ્ન હતું. હાથમાં ચક્રનું ચિહ્ન હતું!!!! એ ભગવાન વિષ્ણુના જ અંશ હતાં. બ્રાહ્મણોએ રાજા પૃથુનો રાજ્યાભિષેક કરાવીને સમ્રાટ બનાવી દીધો. એ સમયે પૃથ્વી અન્નહીન હતી અને પ્રજા ભૂખથી મરી રહી હતી

પ્રજાનું કરુણ ક્રંદન સાંભળીને રાજા પૃથુ અતિ દુખી થયાં. જયારે એમણે ખબર પડી કે પૃથ્વી માતાને અન્ન, ઔષધિ આદિને પોતાનાં ઉદરમાં છુપાવી છે. તો એ ધનુષ બાણ લઈને પૃથ્વીને મારવા માટે દોડી ગયાં. પૃથ્વીએ જયારે જોયું કે હવે એની રક્ષા કોઈ નથી કરી શકવાનું એ રાજા પૃથુની શરણમાં આવી ગઈ. જીવનદાનની યાચિકા કરતી બોલી ”મને મારીને પોતાની પ્રજાને માત્ર જલ પર જ કેવી રીતે જીવિત રાખી શકશો ?”

પૃથુએ કહ્યું ”સ્ત્રી પર હાથ ઉપાડવો અવશ્ય જ અનુચિત ગણાય પરંતુ જે પાલનકર્તા અન્ય પ્રાણીઓની સાથે નિર્દયતાપૂર્વકનો વ્યવહાર કરે છે એને દંડ અવશ્ય જ આપવો જોઈએ!!!”

પૃથ્વીએ રાજાને નમસ્કાર કરીને કહ્યું મારો દ્રોહ કરીને તમે બધું નજ પ્રાપ્ત કરી શકશો…… આપ મારે યોગ્ય વાછરડા અને દોહન પાત્રનો પ્રબંધ કરવો પડશે. મારી સંપૂર્ણ સંપદા દુરાચારી ચોર લુંટારા લૂંટી રહ્યા હતાં  એટલાં માટે આં સામગ્રીઓ પોતાનાં ગર્ભમાં સુરક્ષિત રાખી છે મને આપ સમતલ બનાવી દો !!!

રાજા પૃથુ સંતુષ્ટ થયાં. એમણે મનુને પોતાનો વાચરડો બનાવ્યો અને સ્વયં પોતાનાં હાથો થી પૃથ્વી નું દોહન કરીને અપર ધન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓ અને મહર્ષિઓને પણ પૃથ્વીને યોગ્ય વાચ્ચ્રાળા બનાવીને વિભિન્ન વનસ્પતિ , અમૃત, સુવર્ણ આદિ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી. પૃથ્વીના દોહ્નથી વિપુલ સંપત્તિ એવં ધન પામીને રાજા પૃથુ અત્યંત પ્રસન્ન થયાં. એમણે પૃથ્વીને પોતાની કન્યાના રૂપમાં સ્વીકાર કર્યો. પૃથ્વીને સમતલ બનાવીને પૃથુએ સ્વયં પિતાની જેમ પ્રજાજનોના કલ્યાણ એવં પાલન પોષણનું કર્તવ્ય પૂરું કર્યું !!!

રાજા પૃથુએ ૧૦૦ અશ્વ્મેધ યજ્ઞ કર્યા. સ્વયં ભગવાન યજ્ઞેશ્વર એ યજ્ઞોમાં આવ્યાં અને સાથે સાથે બીજાં દેવતાઓ પણ આવ્યાં. પૃથુનો આ ઉત્કર્ષ જોઇને ઇન્દ્રને ઈર્ષ્યા થઇ. એમને સંદેહ થયો કે ક્યાંક રાજા પૃથુ મારી ઇન્દ્રપુરી ન પ્રાપ્ત કરી લે!!! એમણે યજ્ઞનો ઘોડો ચોરી લીધો. જયારે ઇન્દ્ર ઘોડા લઈને આકાશ માર્ગે ભાગી રહ્યાં હતાં તો અત્રી ઋષીએ એમણે જોઈ લીધાં. એમણે રાજાને બતાવ્યું અને ઇન્દ્રને પકડવાં માટે કહ્યું…… રાજાએ પોતાનાં પુત્રોને આદેશ આપ્યો!!! પૃથુકુમારે ભાગતાં ઇન્દ્રનો પીછો કર્યો. ઇન્દ્રે વેશ બદલી રાખ્યો હતો!!!!

પૃથુના પુત્રએ જ્યારે જોયું તો ભાગવાવાળો જટાજૂટ એવં ભસ્મ લગાડેલો છે તો એને ધાર્મિક વ્યક્તિ સમજીને બાણ ચલાવવું ઉપયુક્ત નાં સમજ્યું. એ પાછો ફરી ગયો ત્યારે અત્રી મુનિએ એને પુન; પકડવા માટે મોકલ્યો. ફરીથી પીછો કરતાં પૃથુકુમારને જોતા જ ઇન્દ્ર ઘોડાઓને ત્યાંજ છોડીને અંતર્ધ્યાન થઇ ગયાં!!!  પૃથુકુમાર અશ્વને યજ્ઞશાળામાં લઇ આવ્યાં. બધાંએ એમનાં પરાક્રમની પ્રશંસા કરી!!!!

અશ્વને પશુશાળામાં બાંધી દીધાં. ઇન્દ્રે છુપાઈને પાછાં અશ્વોને ચોરી લીધાં. અત્રી ઋષીએ જ્યારે જોયું તો પૃથુકુમારને બતાવ્યું. પૃથુકુમારે જયારે ઇન્દ્રને બાણનું લક્ષ્ય બનાવ્યાં તો ઇન્દ્રએ અશ્વોને છોડી દીધાં અને ભાગી ગયાં. ઇન્દ્રનાં ષડયંત્રની ખબર જ્યારે પૃથુને પડી તો એને બહુજ ક્રોધ આવ્યો. ઋષિઓએ રાજા ને શાંત કર્યા અને કહ્યું “આપ વર્તી છો આપ કોઈનો પણ વધ ના કરી શકો પરંતુ અમે મંત્ર દ્વારા ઇન્દ્રને હવનકુંડમાં ભસ્મ કરી દઈએ છીએ !!!!

આમ કહીને ઋષિઓએ મંત્રથી ઈન્દ્રનું આહ્વાહન કર્યું. આ આહુતિ નાંખવા જ જતાં હતાં ત્યાં બ્રહ્મા પ્રકટ થયાં. એમણે બધાને રોકોઈ દીધાં. એમણે પૃથુને કહ્યું “તમે અને ઇન્દ્ર બંને જણ પરમાત્માનો અંશ છો. તમે તો મોક્ષના અભીલાશી છો.. આ યજ્ઞની શી આવશ્યકતા છે ? તમારો આ સોમો યજ્ઞ પૂર્ણ નથી થયો એની ચિંતા ના કરો આ યજ્ઞને રોકી દો !!! ઇન્દ્રના પાખંડથી જે અનર્થ ઉત્પન્ન થયો છે એનો નાશ કરો !!!”

ભગવાન વિષ્ણ સ્વયં ઇન્દ્રને લઈને પૃથુની યજ્ઞશાળામાં પ્રકટ થયાં. એમણે પૃથુને કહ્યું ”હું તમારા પર પ્રસન્ન છું.. યજ્ઞમાં વિઘ્ન નાંખવા માટે આ ઇન્દ્રને તમે ક્ષમાંકરી દો, રાજાનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે…… તમે તો તત્વજ્ઞાની છો, ભગવત પ્રેમી શત્રુને પણ સમભાવથી જ જુએ છે, તમે તો મારાં પરમ ભક્ત છો તમે તમારી ઈચ્છા પ્રમાણે જે વર જોઈએ તે માંગી શકો છો?”

રાજા પૃથુ ભગવાનનાં પ્રિય વચનોથી પ્રસન્ન હતાં, ઇન્દ્ર લજ્જિત થઈને રાજા પૃથુના ચરણોમાં પડી ગયાં. પૃથુએ એમણે ઉઠાવીને ગળે લગાવી દીધાં. રાજા પૃથુએ ભગવાનને કહ્યું” ભગવાન….. સાંસારિક ભોગોનું વરદાન મને નથી જોઈતું……. જો આપ મને કૈંક આપવાં જ માંગતા હોવ તો મને સહસ્ર કાન આપો જેનાથી હું તમારું કીર્તન, કથા એવં ગુણાનુવાદ, હજારો કાનોથી શ્રવણ કરતો જ રહું આનાથી અતિરિક્ત મારે  કશું જ નથી જોઈતું ”

ભગવાન શ્રી હરિએ કહ્યું “રાજન…… તમારી અવિચલ ભક્તિથી હું અભિભૂત છું. તમે ધર્મથી પ્રજાનું પાલન કરો. રાજા પૃથુએ પૂજા કરીને એમનાં ચરણોદક માથે ચઢાવ્યાં.. રાજા પૃથુની જયારે અવસ્થા ઢળવા લાગી એમણે પોતાનાં પુત્રને રાજ્યભાર સોંપીને પત્ની અર્ચી સાથે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. અંતમાં તપના પ્રભાવથી ચિત્ત સ્થિર કરીને એમણે દેહત્યાગ કરી દીધો !!!! એમની પતિવ્રતા પત્ની મહારાણી અર્ચી પતિની સાથે જ અગ્નિમાં ભસ્મ થઇ ગઈ હતી. બંને ને પરમધામ પ્રાપ્ત થયું !!!!

પરમ શક્તિશાળી, પ્રજાપાલક અને ભગવાન વિષ્ણુના અંશાવતાર સમા તથા ઇન્દ્રને સબક શીખવાડનાર રાજા પૃથુને શત શત નમન !!!!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *