Sunday, 22 December, 2024

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

353 Views
Share :
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

353 Views

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા – બે અલગ સ્વરમાં
MP3 Audio

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે … પ્રાણ થકી

અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,
દશ વાર અવતાર લીધો રે … પ્રાણ થકી

ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,
મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,
મને ભજે તે મુજ જેવા રે … પ્રાણ થકી

લક્ષ્મીજી અર્ધાંગના મારી,
તે મારા સંતની દાસી રે,
અડસઠ તીરથ મારા સંતને ચરણે,
કોટિ ગંગા, કોટિ કાશી રે … પ્રાણ થકી

સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,
સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,
તેને કુળ સહિત હું ભાંગુ રે … પ્રાણ થકી

મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
તે બંધન નવ તૂટે રે … પ્રાણ થકી

બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,
ભણે નરસૈયા સાચું રે … પ્રાણ થકી

 – નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *