Friday, 26 July, 2024

સાધુ તે જનનો સંગ

204 Views
Share :
સાધુ તે જનનો સંગ

સાધુ તે જનનો સંગ

204 Views

સાધુ તે જનનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે.

મોટા પુરુષનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે !
મોટા પુરુષના દર્શન કરતાં,
ચડે છે ચોગમો રંગ … બાઈ.

અડસઠ તીરથ સંતોને ચરણે,
કોટિ કાશી ને કોટિ ગંગ,
દુરજન લોકોનો સંગ ન કરીયે,
પાડે ભજનમાં ભંગ … બાઈ.

નિંદાના કરનાર નરકે રે જાશે,
ભોગવશે થઈ ભોરિંગ,
મીરાં કહે બાઈ, સંત ચરણરજ,
ઊડીને લાગ્યો મારે અંગ … બાઈ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *