Sarvottam Stotra Lyrics in Gujarati
By-Gujju06-02-2025

Sarvottam Stotra Lyrics in Gujarati
By Gujju06-02-2025
प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपमिति ।
निगम प्रतिपाद्यमं यत्तच्छुद्धं साकृत सतौमि ॥१॥
શ્રી વિઠ્ઠલનાથજી આજ્ઞા કરે છે કે જે પ્રાકૃત્ત ધર્મના આશ્રયથી રહિત અને સમગ્ર અલૌલિક ધર્મરૂપ છે, એ રીતે વેદમાં પ્રતિપાદન કરેલું, સાકાર અને શુદ્ધ સ્વરૂપ છે, તેની સ્તુતિ કરું છું
कलिकाल तमश्छन्न दृष्टित्वा द्विदुषामपि ।
संप्रत्य विषयस्तस्य माहात्म्यं समभूदभुवि॥२॥
જ્ઞાતા પુરૂષોની પણ જ્ઞાન દૃષ્ટિ કલિકારૂપ અંધકારથી આચ્છાદિત છે,
માટે તે સ્વરૂપનું મહાત્મ્ય હાલ પૃથ્વીમાં અપિરિચિત થયું છે.
दयया निज माहात्म्यं करिष्यन्प्रकटं हरिः ।
वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकार हि ॥३॥
જ્યારે દયા વડે શ્રીહરિને પોતાના વચન દ્વારા પોતાનું માહાત્મ્ય
પ્રકટ કરવાની ઇચ્છા થઇ ત્યારે પોતાનું મુખારવિંદ પ્રકટ કર્યુ.
तदुक्तमपि दुर्बोधं सुबोधं स्याद्यथा तथा ।
तन्नामाष्टोरतरशतं प्रवक्ष्याम्यखिलाघहृत ॥४॥
પણ તે મુખે કહેલું ન સમજાય તેવું છે, માટે જેવી રીતે સુબોધ થાય તેવી રીતે
સર્વ પાપને હણનાર તે શ્રીમહાપ્રભુજીનાં એકસો આઠ નામ હું કહું છું.
ऋषिरग्नि कुमारस्तु नाम्नां छ्न्दो जगत्यसौ ।
श्री कृश्णास्यं देवता च बीजं कारुणिकः प्रभुः ॥५॥
સર્વોત્તમ સ્તોત્રના રૂષિ શ્રી ગુસાંઈજી છે, અને નામોનો છંદ જગતમાં વ્યાપક અનુષ્ટુપ
છંદ છે તે છે. શ્રીકૃષ્ણના મુખારવિંદરૂપ શ્રીમહાપ્રભુજી દેવતા છે, અને બીજ પ્રભુ દયાળુ છે.
विनियोगो भक्तियोग प्रतिबंध विनाशने ।
कृष्णाधरामृतास्वादसिद्धिरत्र न संशयः ॥६॥
અને આ સ્તોત્રમાં પ્રતિબંધ નાશ કરવા સારૂ વિનિયોગ કહેતાં પ્રયોજન ભક્તિયોગ છે; અને શ્રીકૃષ્ણના અધરામૃત સ્વાદની સિદ્ધિ એજ ફળ છે, એમાં કંઈ સંશય નથી.
आनंदः परमानंदः श्रीकृष्णस्यं कृपानिधिः ।
दैवोद्धारप्रयत्नात्मा स्मृतिमात्रार्तिनाशनः ॥७॥
૧. આનંદરૂપ, ૨. પરમાનંદરૂપ, 3. શ્રીકૃષ્ણના મુખારવિન્દરૂપ, ૪. કૃપાના સાગરરૂપ (અલૌકિક કૃપાવાળા), ૫. પુષ્ટિમાર્ગીય જીવોનો ઉદ્ઘાર કરવામાં જેમનું અંતઃકરણ છે એવા, ૬. સ્મરણ માત્રથી ભકતોની ચિંતાનો નાશ કરનારા શ્રીમહાપ્રભુજી છે.