Tuesday, 7 January, 2025

Saybo Re Govaliyo Lyrics In Gujarati – સાયબો રે ગોવાળીયો

489 Views
Share :
Saybo Re Govaliyo Lyrics In Gujarati – સાયબો રે ગોવાળીયો

Saybo Re Govaliyo Lyrics In Gujarati – સાયબો રે ગોવાળીયો

489 Views

સાયબો રે ગોવાળીયો રે,
મારો સાયબો રે ગોવાળીયો;
હું ગોવાલણ ગીરની રે,
મારી શ્યામ-રાધાની જોડલી.

સાયબો શિતળ ચાંદલો રે,
મારો સાયબો શિતળ ચાંદલો;
હું ચકોરી વનરાવનની,
મારા વાલીડા સાથે રમતી.

સાયબા ઘેરો ઘુંઘટો રે,
મારો સાયબા ઘેરો ઘુંઘટો;
હું મૂંગી મર્યાદ,
વાલીડાની સોડમાં હું તો શોભતી.

સાયબો મીઠો મેહુલો રે,
મારો સાયબો મીઠો મેહુલો;
હું અષાઢી વીજળી,
મારા સાયબા સાથે રમતી.

સાયબો લીલો વડલો રે,
મારો સાયબો લીલો વડલો;
હું શીરોડી છાંયડી,
બેય નો આતમ-રાજા એક છે.

સાયબો ડુંગર ગીરનો રે,
મારો સાયબો ડુંગર ગીરનો;
હું ડુગરળાની રીંછડી રે,
મારી શ્યામ-રાધાની જોડલી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *