Shakan Lyrics in Gujarati
By-Gujju28-04-2023
Shakan Lyrics in Gujarati
By Gujju28-04-2023
પ્રથમ શ્રી ગણપતી બેસાડો રે
પ્રથમ શ્રી ગણપતી બેસાડો રે
અવસરના રે ઓગણે વેલા બોલાવો રે
અવસરના રે ઓગણે વેલા બોલાવો રે
હારે એમના રિદ્ધિ સિદ્ધિને લાવો રે
હારે એમના રિદ્ધિ સિદ્ધિને લાવો રે
સોનના બાજોટીયે બેહાડો રે
સોનના બાજોટીયે બેહાડો રે
પ્રથમ શ્રી ગણપતી બેહાડોરે
એ મોંડવાના મોભીને વેલા તેડાવો રે
મોંડવાના મોભીને વેલા તેડાવો રે
ટોડલે રૂડા તોરણીયા બંધાવો રે
ટોડલે રૂડા તોરણીયા બંધાવો રે
આંગણીયામાં ઢોલ શરણાયું વગડાવો રે
આંગણીયામાં ઢોલ શરણાયું વગડાવો રે
મોંઘા મોને મહેમાન રૂડા તેડાવો રે
મોંઘા મોને મહેમાન રૂડા તેડાવો રે
પ્રથમ શ્રી ગણપતી બેસાડો રે
શકન જોઈ ને સંચરજો રે
શકન જોઈ ને સંચરજો રે
હોમો મળ્યો રે જોશીડો રે
હોમો મળ્યો રે જોશીડો રે
મારા ભઈ રે જોશીડો તને વિનવું રે
મારા ભઈ રે જોશીડો તને વિનવું રે
એવા લીધા મારા વીરાના વિવા રે
એવા લીધા મારા વીરાના વિવા રે
એવા વિવાના જોહ જોઈ આલો રે
એવા વિવાના જોહ જોઈ આલો રે
શકન જોઈ ને સંચરજો રે
શકન જોઈ ને સંચરજો રે
શકન જોઈ ને સંચરજો રે
એ હોમો મળ્યો રે કુંભારી રે
હોમો મળ્યો રે કુંભારી રે
મારા ભઈ રે કુંભારીતને વિનવું રે
મારા ભઈ રે કુંભારીતને વિનવું રે
એવા લીધા મારા વીરાના વિવા રે
એવા લીધા મારા વીરાના વિવા રે
વીરાના વીવોની માટલી ઘડી આલો રે
વીરાના વીવોની માટલી ઘડી આલો રે
શકન જોઈ ને સંચરજો રે