શ્રદ્ધાંજલિ સંદેશ | Shradhanjali Message, Quotes, Status Gujarati
By-Gujju26-10-2023
શ્રદ્ધાંજલિ સંદેશ | Shradhanjali Message, Quotes, Status Gujarati
By Gujju26-10-2023
અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.
દરીચા જેવું નિખાલસ હદય, કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.
ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના
જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વાસી ગયા.
આપનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે અમારી સાથે રહેશે.
ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.
ઈશ્વર તમારી પવિત્ર આત્માને શાંતિ આપે
હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે. એજ પ્રભુ ને પ્રાર્થના
ઓમ શાંતિ
જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત મેળવીએ છીએ, જે આપણી ઉપર ધ્યાન રાખે છે.
હવે આપણી ઉપર નજર રાખવા માટે આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો થાય.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
અખંડ બ્રહ્માંડ ના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ માં તેમના દિવ્ય આત્માને ચિર શાંન્તિ આપે અને શ્રી ઘનશ્યામ મહારાજ નિજ ચરણ નું સુખ આપે તેવી પરમકૃપાળુ ભગવાન સ્વામિનારાયણ ના ચરણ મા અંતઃકરણપૂર્વક તેમને સ્થાન મળે તેની ની પ્રાર્થના!!
પ્રભુ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના…
ૐ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ
મારી ખુબ ઈચ્છા હતી કે હું તમારા માતા/પિતાને મળી શક્યો હોત.
મે તમારી વાતો પરથી જાણ્યું કે તે તમારા માટે કેટલા ખાસ હતા
ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,
નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી.
પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
સારા માણસો તો તરત હૃદયમાં જગ્યા મેળવી લે છે.
દુઃખ તો એજ છે કે સાથ પણ જલ્દી છોડી ચાલ્યા જાય છે.
પ્રભુ ને બસ પ્રાર્થના કે તેના આત્મા ને શાંતિ મળે.
મૃત્યુ સત્ય છે અને શરીર એ નશ્વર છે,
એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ
પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.
તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા,
જંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર,
પરમકૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
નથી હાજર પણ, સાથે છો તમે તેમ લાગ્યા કરે છે.
હર પલ તમારા હોવાનો આભાસ થયા કરે છે.
પણ મારી યાદો માં સતત તમારા દર્શન થયા કરે છે.
પ્રભુ તમારી આત્મા ને શાંતિ આપે.
હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો,
હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે
કોઈ વ્યક્તિ કે જે આ પૃથ્વી પરથી અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.
કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત છે, આપણા દ્વારા તે જીવે છે.
કૃપા કરીને મારી/અમારી સંવેદના સ્વીકારો, તે/તેણી ભુલાશે નહીં.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા.
પ્રભુ આપના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ૐ શાંતિ
તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.
ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે
આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી.
જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન
શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય
આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.
પરમ કૃપાળુ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર, શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને આપના પરીવાર પર આવી પડેલા દુ:ખ ને સહન કરવાની પરમાત્મા આપને શક્તિ આપે.
મારા શુધ્ધ હૃદયથી પ્રભુના ચરણોમાં પ્રાથઁના
તમારા માતા/પિતા એ મારા પણ માતા/પિતા સમાન હતા.
તેમની ઘણી બાળપણની અમૂલ્ય યાદો છે હજુ સુધી મારી સાથે છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
શબ્દો નથી એમના માટે હવે મારી પાસે, એ જેટલા છે
એટલા નથી હવે મારી પાસે, એમનાથી ભલે હમણા હું દુર છું,
પરંતુ મને જાણ છે, એ વટવૃક્ષની છાંચા હંમેશા રહેશે મારી પાસે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
વાસ્તવિકતા ને કોણ ટાળી શકે છે.
જેને જીવન મેળવ્યું છે, તેનું મૃત્યુ તો નિશ્ચિત છે.
છતાં તમારા પરિવાર ને ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ભગવન દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે.
હું પ્રાર્થના કરું છું કે,ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે અને
તમારા પરિવાર ને આપની આ અણધારી વિદાય ને સહન કરવાની શક્તિ આપે.
ભાવ ભરી શ્રદ્ધાંજલિ
હું તમને સમજાવી શકતો નથી કે હું તેમને ખરેખર કેટલા યાદ કરું છું. તેઓ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે.
તેઓ વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા, તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
ભાવ ભરી શ્રદ્ધાંજલિ
મોટુંમનુષ્ય જીવન મળવું એ તો સદ્ભાગ્ય નું પરિણામ છે.
મુત્યુ થવું એ સમયનો ખેલ છે.
જયારે મૃત્યુ પછી પણ લોકો ના હદયમાં જીવીત રહેવું,
એ જીંદગીમાં કરેલા કર્મોનું પરિણામ છે.
તમે અમારા હદયમાં હંમેશા માટે અમર છો.
જગત ના દેવ મહાદેવ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ એક જ પ્રાર્થના..
જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,
એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે તમારી યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે
રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને. હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ,
સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને,
ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે તેની તમારે શી જરૂર પડી ?
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…
અચાનક ખુબ જ દુઃખદ બનાવ બન્યો.
પ્રભુ તમારા પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આપની આ અણધારી વિદાય એ મારા માટે એ વ્યક્તિગત ખોટ છે જે કદાચ ક્યારેય નહીં પૂરી કરી શકાય.
ભગવાન આપની આત્મા અર્પે
દરિયાદિલી જેમના શ્વાસોમાં હતી, કરૂણા જેમના હૃદયમાં હતી, પરોપકાર જેમના પગલામાં હતો.
કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો, આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા.
પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના
આ દિવ્ય આત્મા ને પ્રભુ અક્ષરધામ નુ સુખ આપે.
અને સદા તેમના ચરણોમાં સ્થાન આપે
હરી ના ચરણો મા મારી બસ આ એક જ પ્રાર્થના.
જય સ્વામિ નારાયણ
ૐ શાંતિ શાંતી
જિંદગી આટલી ટૂંકી હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી ઓચિંતી હશે એ ક્યાં ખબર હતી,
સ્વભાવની સુવાસ ફેલાવી સર્વત્ર
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે
આંખો હજુ નિહાળે છે તમને,
અંતર હજુ પોકારે છે તમને,
સ્મરણ તમારૂ થાય છે અમને,
મન મુકીને રડાવે અમને,
શ્રધ્ધાંજલી અર્પવા ઉપાડી કલમ,
આંસુથી ભીજાય ગયા કાગળ.
પરમ કૃપાળુ પરમાત્મા તમારા
આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
ૐ શાંતિ… શાંતિ… શાંતિ…
જીવન હતું નાનું પણ અનોખી છાપ દિલ માં છોડી ગયા.
રડી લઈશું જયારે યાદ આવશે તમારી.
તમારી અણધારી વિદાય હૃદય ને અચકો આપી ગઈ.
ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે,
હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.
સજજનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂં
જીવન હતું, સત્કર્મ તમારી શોભા અને પરોપકાર
તમારું કર્તવ્ય હતું, ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર
કદી ચુકયા નહી, એવા આપના દિવ્ય આત્માને પ્રભુ
પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ભગવાન શ્રી સ્વામિનારાયણ સદ્દગતનાના મુક્ત આત્માને શાશ્વત શાંતિ આપે તેવી બસ એક જ પ્રાર્થના
જીવન માં એક વાર આપના ભાઈ ને મળવાનો મોકો મળ્યો હતો,
તે ખરેખર જિંદા દિલ વ્યક્તિ અને બીજા નાં જીવન માં સુવાસ ફેલાવે તેવા વ્યક્તિ હતા.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે
અંજલી આપતા શબ્દો ખુટે છે, પુષ્પાંજલી આપતા પુષ્પો
ખુટે છે, રડતા રડતા અશ્રુઓ ખૂટે છે, કુદરતના ખજાને
ખોટ પડે છે ત્યારે માયાળુ માનવીના ખજાના લુટે છે.
આપનો લાગણીશીલ સ્વભાવ કયારેય ભુલાશે નહીં,
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
છોડી બધા સ્વજનનો સાથ, જઈ વસ્યા મહાદેવ ની સંગાથ.
આપણી આવી અણધારી વિધાય થી અહીં બધા ખુબ શોક ની લાગણી અનુભવે છે.
પ્રભુ આપના દિવ્ય આત્માને હંમેશા માટે શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
જીવન માં બે વાતો કહેવી ખુબજ અઘરી છે,
પ્રથમ વખત હેલ્લો અને અંતિમ વખત અલવિદા
ૐ શાંતિ
સમય ની સાથે જખ્મ તો ભરાય જશે,
પણ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,
તે ક્યારેય પાછા નહિ આવે.
ૐ શાંતિ
સર્વશક્તિમાન મહાદેવ ને મારી પ્રાર્થના છે.
પરમ કૃપાળુ પ્રભુ સમગ્ર પરિવારને આવી અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
અને દિવ્ય આત્માને તેમના ચરણો માં હંમેશા માટે સ્થાન આપે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના
હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી અથવા કલ્પના પણ કરી શકતો નથી, ભૂલશો નહીં કે અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.
ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે
આવા દુઃખદ સમાચાર સાંભળીને ખરેખર આઘાત લાગ્યો.
મારા આંસુ અટકતા નથી.
પ્રભુ એમની આત્મા ને શાંતિ આપે.
અમારી પ્રાર્થનાઓ તમારી સાથે છે.
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,
તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
વક્ત કે સાથ જખ્મ તો ભર જાયેંગે,
મગર જો બિછડે સફર જિંદગી મેં,
વો ફિર ના કભી લોટ કર આયેંગે.
ઓમ શાંતિ
આપની સ્મિત વાળી મુખ મુદ્રા હંમેશા યાદ રહેશે,
આપના ઉચ્ચ આદર્શ અમારા માટે હંમેશા સુવાસિત રહેશે.
અમર આપણી મધુર યાદી રહેશે,
ને હંમેશા પ્રેરણારૂપ આપની સાવરણી રહેશે.
અશ્રુભીની આંખે આપને હૃદય થી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.
કોઈ વ્યક્તિ અવસાન પામે છે તે,
ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.
કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત હોય છે
અને હમેશા તે આપણા દ્વારા જીવે છે.
કૃપા કરીને મારી સંવેદના સ્વીકારો, તે ક્યારેય ભુલાશે નહીં.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે
પરમ કૃપાળુ દેવો ના દેવ મહાદેવ તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને અશ્રરધામ મા વાસ કરાવે તેવી પ્રાર્થના.
આપના પરીવાર પર આવી પડેલા આવા દુઃખ ને સહન કરવાની ભગવાન આપને અને આપના પરીવાર ને શક્તિ આપે તેવી પ્રાથઁના
ૐ શાંતિ:
જય શ્રી સ્વામિનારાયણ
સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
ૐ શાંતિ
તમારી માતા/પિતાના અવસાનના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા,
અમે તે સાંભળીને ખૂબ જ દુઃખી છીએ,
ભગવાન તેમના આત્માને શાંતિ આપે,
અને તમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની હિંમત આપે.
ભાવ ભરી શ્રદ્ધાંજલિ
દેશ માટે જીવ નું બલિદાન આપનાર આ ભારત ના વીર જવાનના આપણે સઉ હંમેશા માટે ઋણી રહીશું.
પરમ કૃપાળુ મહાદેવ એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને
પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરું છું.
જય હિન્દ
અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે
ઈન આંસુઓ કો બહ લેને દીજિયે,
દર્દ મેં એ દવા કે કામ કરતે હૈ.
સીને મેં સુલગ રહે હૈ અંગારે જો,
યે ઉન્હેં બુજાને કા કામ કરતે હૈ.
સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.
અમને સદાય માટે ઋણી બનાવી
દેશ માટે મોત ને સ્વીકારનાર વીર શહિદ જવાન ને કોટી કોટી વંદન.
પ્રભુ આત્મા ને અક્ષરવાસ આપે
જય હિન્દ
હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી કે કલ્પના પણ કરી શકતો નથી, પરંતુ અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.
ભગવાન તેમની દિવ્ય આત્મા ને મોક્ષ પ્રદાન કરે
સ્નેહના સાગર સમા હર કોઇને પોતાના ગણી, પોતાના
પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં
ઊર્મિ, હૃદયથી ભોળા, સોમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય
આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના.
આજ તો વાદળ પણ ખુબ રોયા છે.
કેમકે
આજે તો મારા દેશે વીર જવાનો ને ખોયા છે.
જય હિન્દ ભારત માતા કી જય
તેઓ હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા.
તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
ભાવ ભરી શ્રદ્ધાંજલિ
હું તમારી ખોટ માટે ખૂબ દિલગીર છું.
પરંતુ તેમનો પ્રેમ હંમેશા તમારી યાદોમાં રહેશે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
કોટી કોટી વંદન છે મારા દેશ ના વીર જવાનો ને
જેમને આપણા માટે પોતાના જીવ દીધા છે.
જય હિન્દ ભારત માતા કી જય
તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે.
ૐ શાંતિ
જીવનમાં હરપલ હસતા રહયા,
સ્નેહથી સૌના હૈયે વસત રહયા,
આશા અને અરમાનોની શ્રેષ્ઠ
ક્ષણોમાં જીવન જીવ્યા ટૂંકું પણ ઉત્તમ
જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે
શત શત નમન વીર જવાન ને
રક્ત વહાવી દેશ ની રક્ષા માટે જીવન નો ત્યાગ કર્યો.
જય ભારત જય હિન્દ
આપનીની સાથે વિતાવેલી હરેક પળને હું હંમેશા યાદ રાખીશ
ૐ શાંતિ
સદ્ભાવના, સ્નેહ, સૌમ્યતા જેનો સ્વભાવ હતો,
સહજતા અને ઉદારતા જેના સદગુણો હતા,
પરમાર્થ અને પુરૂષાર્થ જેની કર્મ નિષ્ઠા હતી,
તેવા દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે અમારી શ્રધ્ધાંજલી…
દેશ ની રક્ષા માટે પ્રાણ ની આહુતિ આપનાર
શહીદો ને કોટી કોટી વંદન.
જય ભારત ભારત માતા કી જય
ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
ॐ શાંતિ
આ સમાચાર ખરેખર આઘાત જનક છે,
મારા આંસુ હજુ પણ અટક્યા નથી.
અમારી પ્રાર્થના તમારી સાથે છે.
તમારી માતાના આત્માને શાંતિ મળે.
ઓમ શાંતિ
જિંદગી પાસે જે માગ્યું ઘણું છતાં બધું મળ્યું નથી
પણ
મારા પપ્પા પાસે નથી માગ્યું છતાં બધું મળ્યું છે.
પ્રભુ પાસે પણ એ જ માગું છું કે દિવ્ય આત્મા ને તારા ચરણો માં સ્થાન આપજે.
વાત કડવી પણ સાચી છે, મૃત્યુ એ જીવનનું સત્ય છે…
ॐ શાંતિ
કુટુંબ માટે ફૂલો પાથરી ગયાં, જીવન એવું જીવી ગયા છે.
કે
સૌને માર્ગદર્શક બની ગયા, દુ:ખને દેખાડ્યું નહીં,
જીવન ભર
મહેંનત કરી સમગ્ર પરીવારનું હંમેશા ભલું કર્યું ,
સમાજમાં
સુવાસ ફેલાવી સેવા, સર્મપણ અને સંસ્કારની જ્યોત જલાવી,
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના
પિતા વિષે તો શું લખું.
એમના તો હસ્તાક્ષર છું હું.
પ્રથમ પુણ્યતિથિ એ પપ્પા ને શ્રદ્ધાંજલિ
જેણે બધું મેળવ્યું છે
જેણે બધું ખોયું છે,
જેણે બધું સીખવાડ્યું છે.
કોટી કોટી નમન એવા પિતા ને
પ્રથમ પુણ્યતિથિ એ પપ્પા ને શ્રદ્ધાંજલિ
ઘણી ચોપડીયો વાંચી પણ
પણ
પપ્પા તમે જે જીવન નો પાઠ શીખવ્યો
તે
કોઈ ચોપડી માં ના મળ્યો
ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.
જીવન માં ઘણા લોકો નો સાથ મેળવ્યો
અને
ઘણા લોકો એ સાથ છોડ્યો.
પણ
મારા પિતા તો જીવન ભર મારી સાથે જ રહ્યા.
ઈશ્વર તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.
પિતાજી….
તમારું જીવન અમારી પ્રેરણા હતું.
તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા.
અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ.
ભગવાન તમારા શુદ્ધ અને પવિત્ર આત્માને શાંતિ આપે.
આપના ઉત્તમ જીવન મુલ્યો, સેવા, સમર્પણ, માયાળુ સ્વભાવ, ઉદાર દિલ, સદાય અમારા હૃદયમાં જીવંત રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચિત શાંતિ અર્પે
આપના ઉત્તમ જીવન મુલ્યો, સેવા, સમર્પણ, માયાળુ
સ્વભાવ, ઉદાર દિલ, સદાય અમારા હૃદયમાં જીવંત રહેશે.
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચિત શાંતિ અર્પે
હંમેશા તમારી ખોટ નો અનુભવ મને થશે.
પરમ મિત્ર તારા દૂર થવાનું મને ખુબ દુઃખ છે.
કૃપા કરી અને પ્રભુ મારા દોસ્ત ને તારા ચરણો માં સ્થાન આપજે.
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના
હે ઈશ્વર તારા ખજાનો એવી તો શું ખોટ પડી
કે
મારા મિત્ર ને તે મારી પાસે થી છીનવી લીધો.
તને એક જ પ્રાર્થના કે મારા મિત્ર ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે
હું તમારા ભાઈના અવસાન પર, તમને અને તમારા પરિવારને મારુ હૃદયપૂર્વક વલણ વ્યક્ત કરું છું, તમારા ભાઈ હંમેશા આપણા હૃદયમાં રહેશે.
ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે.
મારી પાસે તો સુખ અને દુઃખ વ્યક્ત કરવા મારો એક દોસ્ત જ હતો.
ભગવાન આજે તે મને એકલો કરી દીધો.
તને પ્રાર્થના છે કે તેના દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરજે
આ દુઃખના સમયમાં આપણો ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ અને દિલાસો આપે.
કૃપા કરી મારી શ્રદ્ધાંજલિ સ્વીકારો
Always Miss You દોસ્ત.
જીવન માં ઘણું મેળવ્યું અને ગુમાવ્યું
પણ
તું હંમેશા મારી સાથે હતો,
આજે અચાનક તું પણ છોડી અને ચાલ્યો ગયો.
મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.
બધા મિત્રો એક જેવા નથી હોતા
થોડા આપણા થઇ અને આપડા નથી હોતા.
તમારી સાથે દોસ્તી થતા અનુભવ થયો
કોણ કે છે કે તારા જમીન પર નથી હોતા.
ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.
પડછાયો પણ સાથ છોડી દે છે,
પણ
તારા જેવા દોસ્તે કોઈ દિવસ મારો સાથ ના છોડ્યો.
અને
આજ હંમેશા માટે મને છોડી અને ચાલ્યો ગયો.
પ્રભુ ને એક જ પ્રાર્થના
આવતા જન્મ માં ફરી અમે બંને દોસ્ત બનીએ
અને તેમની આત્મા ને શાંતિ આપે.
લોકો એ જીત્યા ધન, દોલત અને બંગલા,
મેં તો દિલ થી એક મિત્ર જીત્યો હતો.
જે અણધારી ઘડી એ મારો સાથ છોડી અને ચાલ્યો ગયો,
પણ
તારી છબી તો દિલ માં હંમેશા મારી સાથે જ છે.
ૐ શાંતિ
તમારા મિત્ર તમારી તમામ મર્યાદા ઓથી પરિચિત છે
છતાં એ તમારી સાથે ઉભો રહે છે.
આવો એક મિત્ર આજ હંમેશા માટે મારો સાથ છોડી ચાલ્યો ગયો.
ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે ૐ શાંતિ
તમારા આ મુશ્કેલ સમય માં હું, તમારા માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. કૃપા કરીને તમારા નુકસાન માટે અમારી ભાવભરી શ્રદ્ધાંજલિ સ્વીકારો.
જીવન માં મૈત્રી નો અભાવ હતો, પણ તમારા જેવા મિત્રનો નહિ.
ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે
જીવ્યાં થોડું છતાંય જીતી ગયા ઘણું ન જાણું રામ
સાથે સવારે શું થવાનું છે. નોતી ખબર અમને આટલું વહેલું
તમારે જવાનું છે. જગતમાં કોઇ અમર રહેતું નથી. પણ ત
મે ગયા તે રીતે કોઇ જતું નથી. તમારી અણધારી
વિદાય લવ-કુશ ઉપર વજ્રઘાત બની ગઈ.
ૐ શાંતિ
જેટલી વાર આપણે એક સાચો મિત્ર ગુમાવીએ તેટલી વાર આપણુ પણ જીવતા મૃત્યુ થાય છે.
મહાદેવ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.
દુનિયા માં ઉપકાર મિત્ર હોવાનું ફળ છે
અને
અપકાર શત્રુ હોવાનું લક્ષણ.
આજે મેં એક મારા સારા મિત્ર ને ખોયો.
પ્રભુ દિવ્ય આત્મા ને શાંતિ અર્પણ કરે.