સુખ છે તમારા શરણમાં
By-Gujju18-05-2023
331 Views
સુખ છે તમારા શરણમાં
By Gujju18-05-2023
331 Views
પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી
સુખ છે તમારા શરણમાં.
સુખ છે તમારા શરણમાં,
એ મારા ગુરુ એ કહ્યું કરણમાં … હો શામળિયાજી!
જપતપ તીરથ મારે ચારે પદારથ,
એ સૌ આપના છે ચરણમાં … હો શામળિયાજી.
પ્રેમ કરીને હૃદયમંદિરે, પધારો – વ્હાલા!
ન જોશો જાત કુળ વરણમાં … હો શામળિયાજી.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!
આડે આવજો મારા મરણમાં … હો શામળિયાજી.
– મીરાંબાઈ