Wednesday, 15 January, 2025

Vagya Pela Vasadi Ne Vindhavu Pade Lyrics in Gujarati

112 Views
Share :
Vagya Pela Vasadi Ne Vindhavu Pade Lyrics in Gujarati

Vagya Pela Vasadi Ne Vindhavu Pade Lyrics in Gujarati

112 Views

પ્રેમ કરતા પહેલા પ્રેમ ને લાયક બનો
પ્રેમ કરતા પહેલા પ્રેમ ને લાયક બનો
પછી આ પ્રેમ ની બાજી રમો
હો પ્રેમ ના પંથે જયારે પગલાં ભરો
પછી આ સાથી પ્રીત ને વળો

હો પામતા પહેલા કાંઈક ખોવું પડે છે
રાધા ને શ્યામ રેઢો મુકવો પડે છે
પામતા પહેલા કાંઈક ખોવું પડે છે
રાધા ને શ્યામ રેઢો મુકવો પડે છે

હો વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે
વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે

હો સીતા ને રખેવાર રામ હતા તોયે
જનક દુલારી કેમ દુઃખી થયા
મીરા ની ભક્તિ માં શ્યામ હતા તોયે
મીરા ને ઝેર પીવા પડ્યા

હો વિધિ ના લેખ કોઈ બદલી શક્યા ના
રાધા ને શ્યામ થી કોઈ જોડી શક્યા ના
પાંગર્યા પેલા ડાળી ને તૂટવું પડે છે
સુરજ ને સાંજ થતા ઢળવું પડે

હો ત્યાગ સમર્પણ માં પ્રેમ ના છે પાયા
સાચા પ્રેમિયો કદી ના એક કહેવાયા
ત્યાગ સમર્પણ માં પ્રેમ ના છે પાયા
સાચા પ્રેમિયો કદી ના એક કહેવાયા
હો

હો વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે
વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે

હો ગંગા ના નીર જેવી પવિત્ર કહાની
સ્નેહ ની સંવેદના કોઈ એ ના જાણી
સાચા આ દિલની દોર રે બંધાણી
લાગણી ને બલિદાન ના તાંતણે ગુંથાણી

હો સદીયો પુરાણી આ પ્રેમ ની કહાની
સતી ની શિવ માં છે દુનિયા સમાણી
સાચા આ મન ની મંજિલ જુદાઈ
ઇતિહાસ ના ચોપડે કેવી રચાઈ

હો જન્મો થી પ્રેમ તો માગે બલિદાનો
સાચો આ પ્રેમ નસીબ દાર ને મળવાનો
જન્મો થી પ્રેમ તો માગે બલિદાનો
સાચો આ પ્રેમ નસીબ દાર ને મળવાનો
હો હો

વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે
વાગ્યા પેલા વાંસળી ને વીંધાવું પડે છે
વગડે રહી ને તપ કરવું પડે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *