રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
By-Gujju18-05-2023
246 Views
રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
By Gujju18-05-2023
246 Views
રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું.
રાજા રુઠે નગરી રાખે,
હરિ રુઠ્યાં કહાં જાશું …. રાણાજી
હરિમંદિર મેં નિરત કરાશું,
ઘૂઘરિયાં ઘમકાશું …. રાણાજી.
રામ-નામકા જાપ ચલાશું,
ભવસાગર તર જાશું … રાણાજી.
યહ સંસાર બાડ કા કાંટા,
જ્યાં સંગત નહીં જાશું … રાણાજી.
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
નિત ઉઠ દરશન પાસું …. રાણાજી.
– મીરાંબાઈ