Sunday, 22 December, 2024

વાલમ મળવા વેલો આવજે Lyrics in Gujarati – Mahesh Vanzara

213 Views
Share :
વાલમ મળવા વેલો આવજે Lyrics in Gujarati – Mahesh Vanzara

વાલમ મળવા વેલો આવજે Lyrics in Gujarati – Mahesh Vanzara

213 Views

હો નકરા વાયદા જુવે એના ફાયદા
ના વિચારે કદી એ મારુ
મળવા જયારે હું બોલાવું તૈયાર એનું બાનું

પ્રેમ તમથી એટલો તમને હું જાન માનું
મારા મનની મુંજવણ મનમાં જાણું
તમને લાગે બાનું

હો વાલમ મળવાને વેલો વેલો આવજે
ઓરે મારા વાલમ મળવાને વેલો વેલો આવજે
મારા કાના મળવાને વેલો વેલો આવજે
તારી રાધા બોલાવે વેલો આવજે

હા તમે વાટડીયું જોજો દલ ની ડેલીયે
કે તમે વાટડીયું જોજો દલ ની ડેલીયે
તમને પરણી લઈ જાશું મારી મેડીએ

હો હૈયે હોઠે વાલા એક તારું નામ રે
તારાથી તીરથ મારુ મારુ ધામ રે
કે મનડું સૂનું છે મારુ ગામની શેરીયે
કે મારુ મન લાગ્યું રે સાયબાની મેડીએ
કયારે લઈને જાશો તમારી ડેલીયે

કે તમને પરણી લઈ જાશું મારી મેડીએ

હો દિલ તારું દરિયા જેવું દિલમાં મારે રેવું
સમજે મારી વાત તો કંઈક કાનોમાં મારે કેવું

હા …સમજો તમે થોડું ઘણું કહેવું વાલી મારુ
એવો કોઈ દી ના ઉગે તને ના હમ્ભારું

હો અઠવાડિયામાં એક દિ મારો કાઢને
કેમ કરે છે આવું વાલમ મળવા આવને

હા અરે મારી વાલી તારીને મારી હાલત સેમ રે
કે મને ઠપકો આલો છો ઘણો કેમ રે
હે મારા દિલથી ના જાય તારો પ્રેમ રે
હા વાલમ ખાઈ લોને તમે મારા હમ રે

હો મારા રે જીવનમાં તારી અણધારી યાદો
નિભાવો તો નિભાવી જાણજો કરેલો રે વાદો

હા મેણા તારા સાંભળી મેં તો કામ મેલ્યા હેઠા
દિવસો ના ગણ હવે ગણ આંગણીના વેઢા

હો તારી હારે મારી જિંદગીની જીત રે
હમજ્યા તમે મને મારા માટે ઠીક રે

કે હું તો આવી ઉભો તારા મલક રે
કે હવે ખોલી દયો આંખોની પલક રે
હા હવે દેખાડી દયોને એક ઝલક રે

હા હૂતો આવી ઉતાવળા રે પગલે
કે તમને પરણી લઈ જાશું મારી મેડીએ
તમને પરણી લઈ જાશું મારી મેડીએ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *