Monday, 16 September, 2024

Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics in Gujarati

541 Views
Share :
Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics in Gujarati

Vani Re Vani Mara Guruji Ni Vani Lyrics in Gujarati

541 Views

નમુન વાણી ગુરુદેવની
હે ઓલા સમજેલા ને સમજાય
નુગરો સમજે ના સબદને
અને ના સમજે પસ્તાય

વાણી રે વાણી રે મારા ગુરુજીની વાણી
જીવતા પરણાવી નાવે મુવા ઘેર આણી

ખીલો રે દુજે ને પેલી ભેંસો વલોવે
સસરોજી પારણીયે ને વહુજી હિચોળે

ખેતર પાક્યું ને પેલા રખેવાળને ખાધો
ઉડતા મરઘાએ પેલા પારાધીને બંધીયો

જળ કેરી માછલીએ બગલાને ગળિયો
કીડીના મુખમાં મગર પળિયો

આભ વરસે ને પેલી ધરતી પરસે
નેવાના પાણી મોભારે ચડશે

મશંદર પ્રતાપે જતી ગોરક્ષ બોલીયા
બોલીયા રે બોલ્યા ગોરખ ઉનમૂન વાણી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *