Sunday, 22 December, 2024

Vanki Vadu To Mari Ked Vali Jay Lyrics in Gujarati

2201 Views
Share :
Vanki Vadu To Mari Ked Vali Jay Lyrics in Gujarati

Vanki Vadu To Mari Ked Vali Jay Lyrics in Gujarati

2201 Views

વાંકી વાળુંતો મારી કેડ વળી જાય
નીચી નમુંતો મારી ડોક નમી જાય
કેડ વળી જાય, ડોક નમી જાય
કેમ રે થાઈ હાઈ હાઈ હાઈ

ઓરે છબીલી તેને શું રે થાઈ
સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ
ઓરે છબીલી તેને શું રે થાઈ
સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ
શું રે થાઈ વાંકી ચુકી થાઈ ના સમજાય હોઈ હોઈ હોઈ

વાંકી વાળુંતો મારી કેડ વળી જાય
નીચી નમુંતો મારી ડોક નમી જાય

લાલ લાલ લાલ તારી આંખડીયું લાલા
ગોળ ગોળ ગોળ તારા ગુલાબી ગાલ
હાઈ હાઈ હાઈ તારી લટકાળી ચાલ
લટકાળી ચાલ

ઢેલ ઢેલ ઢેલ હું તો નાજુકણી ઢેલ
હેલ હેલ હેલ ભરી જોબનની હેલ
હાઈ હાઈ હાઈ હવે છોડી દે છેલ
છોડી દે છેલ

હાલુ ચાલુ તો મારૂ રૂપ ઢાળી જાય
ઉભી રહું તો આખું અંગ કળી જાય
હાલુ ચાલુ તો મારૂ રૂપ ઢાળી જાય
ઉભી રહું તો આખું અંગ કળી જાય
રૂપ ઢાળી જાય અંગ કળી જાય ના સહેવાય  હાઈ હાઈ હાઈ

ઓરે છબીલી તેને શું રે થાઈ
સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ

હાલ હાલ હાલ મારી ઢળકંતી ઢેલ
મેલ મેલ મેલ હવે ચાળા તું મેલ
હાઈ હાઈ હાઈ ચડી પ્રિતુયુની રેલ
હો પ્રિતુયુની રેલ

બોલ બોલ બોલ તારો કેવો આ સંગ
ખેલ ખેલ ખેલ મારો ફડકે રે અંગ
હાઈ હાઈ હાઈ મને કરતો ના તંગ
કરતો ના તંગ

આગળ હાલુ તો મારી લટ છૂટી જાય
પાછળ  હાલુ તો મારી કચ તુટી જાય
આગળ હાલુ તો મારી લટ છૂટી જાય
પાછળ  હાલુ તો મારી કચ તુટી જાય
લટ છૂટી જાય કચ તુટી જાય ના રહેવાય હાઈ હાઈ હાઈ

ઓરે છબીલી તેને શું રે થાઈ
સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ

માન માન માન મારૂ કહેવું રે માન
બાણ બાણ બાણ એવા માર્યા રે બાણ
હાઈ હાઈ હાઈ મારા તડપે રે પ્રાણ
હો તડપે રે પ્રાણ

ચોર ચોર ચોર તું તો રૂપનો રે ચોર
સોર સોર સોર મારી આંખો રે સોર
હાઈ હાઈ હાઈ

ઓરે છબીલી તેને શું રે થાઈ
અરે સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ
ઓરે છબીલી તેને શું રે થાઈ
સીધી ઉભી રે કેમ વાંકી ચુકી થાઈ
શું રે થાઈ વાંકી ચુકી થાઈ ના સમજાય હોઈ હોઈ હોઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *