Sunday, 22 December, 2024

Varsad Chhe Tara Jevo Lyrics in Gujarati

136 Views
Share :
Varsad Chhe Tara Jevo Lyrics in Gujarati

Varsad Chhe Tara Jevo Lyrics in Gujarati

136 Views

હો ક્યાંક વરસે તો ક્યાંક કોરે કોરો
હો ક્યાંક વરસે તો ક્યાંક કોરે કોરો
ક્યાંક ભરપુર તો ક્યાંક જેવો તેવો
આ વરસાદ છે તારા જેવો
હો વાલમ વરસાદ છે તારા જેવો

હો ઝરમર વરસે છે એવો
મેઘ મને પજવે છે કેવો  
આ વરસાદ છે તારા જેવો
હો વાલમ વરસાદ છે તારા જેવો

આવવાનું કહે છે પણ આવતી નથી
કરીને વાયદો નિભાવતી નથી
ઝરમર આ ઝરણામાં નીરખું તને
તારી ચાહતનો નશો છે મને
હો કોનો સહારો હવે લેવો
તારે હોંકારો નથી દેવો
આ વરસાદ છે તારા જેવો
હો વાલમ વરસાદ છે તારા જેવો

હો અણિયાળી આંખો જાણે લાગે છે પાંખો
તારી અદા પર મરી જાય લાખો
હો જોઈને તને ચાંદ લાગે છે જાંખો
 ઓઢી લ્યો ઓઢણીને ચહેરો તમે ઢાંકો
હો તું હારે હોઈ તો પલળવું ગમે
તારી બાહોમાં ભીંજાવું ગમે
આ વરસાદ છે તારા જેવો
હો વાલમ વરસાદ છે તારા જેવો
આ વરસાદ છે તારા જેવો
હો વાલમ વરસાદ છે તારા જેવો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *