Sunday, 22 December, 2024

Verse 01

162 Views
Share :
Verse 01

Verse 01

162 Views

महिम्नः पारं ते परमविदुषो यज्ञसदृशी
स्तुतिर्ब्रह्मादीना मपि तदवसन्नास्त्वयि गिरः ।
अथावाच्यः सर्वः स्वमतिपरिणामधि गृणन्
ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः ॥१॥

*

mahimnah param te parama vidusho yadya sadrishi
stutir brahma dina mapi tadava sannastvayi girah,
atha vacyah sarvah svamati parinam avadhi grinan
mamapyeshah stotre hara nirapavadah parikarah

*

તમારો ના જાણે પુરણ મહિમા તે સ્તુતિ કરે,
ન હો યોગ્ય તે તો સ્તુતિ વ્યરથ બ્રહ્માની પણ છે;
અને જો પોતાની મતિ મુજબ ગાવાનું તમને,
ગણો સારૂં તો તો, અનુચિત નથી ગીત મુજ આ ॥ ૧ ॥

*

*

૧. પ્રભો ! તમારા ગુણ ગાવાને આજે આવ્યો છું. તમારા મંદિરને પગથિયો ઉભો ઉભો તમારા કોટિ કામસુંદર રૂપને જોઈ રહ્યો છું. કેટલું મંગલ, કેટલું સુંદર, અનુપમ છે તમારું રૂપ ! કોટિ કોટિ સૂર્ય ઊગે, કોટિ કોટિ કામદેવ આવે તોય તેની સરખામણી કરી ના શકે. તમારી આંખમાં જે મધુરતા છે, શાંતિ છે, કરુણા છે, કોટિ કોટિ ચંદ્ર ઊગે તોય તેની સરખામણી ના કરી શકે ! વસંત પોતે આવે તોય તમારા શરીરની જે સુવાસ છે તેને સજી ના શકે. એવું છે તમારું રૂપ…. તમારું સૌન્દર્ય ને માધુર્ય !!

ને તમારો મહિમા ? મહાન મહાન ઋષિઓ, પંડિતો કે યોગીઓ પણ તે મહિમાને પામી શક્યા નથી; તો હું તો કેમ જ પામું ? પણ મારું મન તો તમારી સ્તુતિ કરવા નાચી રહ્યું છે. શું તમારા મહિમાને પૂરોપૂરો ના જાણે તે તમારી સ્તુતિ કરી ના શકે ? તો તો પછી બ્રહ્મા જેવાએ પણ તમારી સ્તુતિ કરી છે તે નકામી સમજવી પડે. પરંતુ હું તો માનું છું કે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સૌ સ્તુતિ કરી શકે છે. પોતાની સમજણ પ્રમાણેની તોતડી ભાષા બોલવાનો બાળકને હક છે. તમે તો કેવળ ભાવ જ જુઓ છો; પ્રેમ જ જુઓ છો ને તમારા ગુણ સાંભળી ખુશ ને પ્રસન્ન બનો છો. એટલે જ હું આ ગીત ગાઉં છું, તમારી સ્તુતિ કરું છું. તમને તે ગમશે જ, મારા પ્રભો, એમ માનું છું. પ્રભો, જય હો, તમારો જય હો; હજારો, લાખો કરોડો વાર જય હો! 

*

१. हे प्रभु ! बड़े बड़े पंडित और योगीजन आपके महिमा को नहीं जान पाये तो मैं तो एक साधारण बालक हूँ, मेरी क्या गिनती ? लेकिन क्या आपके महिमा को पूर्णतया जाने बिना आपकी स्तुति नहीं हो सकती ? मैं ये नहीं मानता क्योंकि अगर ये सच है तो फिर ब्रह्मा की स्तुति भी व्यर्थ कहेलायेगी । मैं तो ये मानता हूँ कि सबको अपनी मति अनुसार स्तुति करने का हक है । इसलिए हे भोलेनाथ ! आप कृपया मेरे हृदय के भाव को देखें और मेरी स्तुति का स्वीकार करें ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *