Verses 26-30
By-Gujju24-04-2023
Verses 26-30
By Gujju24-04-2023
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः ॥२६॥
Su-prasādah prasan-ātma vishva srudvishva-bhug vibhuh;
Satkartā satkruta-sadhuh jahnur-nārāyano narah.
પ્રસન્નતા ને કૃપારૂપ છો, વિશ્વતણા ધારણ કરતા,
વ્યાપક તેમ જ ભોક્ત્તા જગના, સત્ય જગતના છો કર્તા;
સરળ તેમ સુકૃત કરનારા, નાશક સૌના સત્ય તમે,
નરનારાયણરૂપે પ્રકટયા, હે પ્રભુ, નમીયે ખૂબ અમે.
—————
असंख्येयोऽप्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः ।
सिद्धार्थः सिद्धसंकल्पः सिद्धिदः सिद्धिसाधनः ॥२७॥
Asankhyeyo prameyātma vishishta shishta-kruchuchih;
Siddharthah siddha-sankalpah siddhidah siddhi-sadhanah.
અનંત તેમ અમાપ તમે છો, દુર્જનને સજ્જન કરતા,
સર્વશ્રેષ્ઠ ને પવિત્ર તેમ જ શુભ સિદ્ધાર્થ તમે ધરતા;
સિદ્ધકામને સિદ્ધિ દેતા, સિદ્ધિથી મળનારા છો,
અનંત વંદન હજો તમોને, મંગલના કરનારા છો!
————–
वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः ।
वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः ॥२८॥
Vrishāhee vrishabho vishnuh vrusha-parvā vrusho-darah;
Vardhano vardhamānascha vivikta shruti-sāgarah.
ધર્મપરાયણ, વહન કરો છો, તમે બધો સંસાર ખરે,
ધર્મતણાં સોપાન ચઢયાથી ભક્ત્તો તમને પ્રાપ્ત કરે;
ધર્મમૂળ છો જ્ઞાનપ્રેમને વધારનારા જગમાં છો,
વેદરૂપ છો, ત્યાગી જેવા, પ્રભુજી, અમને મંગલ હો!
—————
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥२९॥
Subhujo durdharo vagmee mahendro-vasudho vasuh;
Naika-roopo bruhad-roopah shipi-vishtah prakāshanah.
કષ્ટસાધ્ય ને વીર તમે છો, ઉત્તમ વક્ત્તા એક તમે,
ઈન્દ્રોના પણ ઈન્દ્ર, ધનંજય, સુખના દાતા પૂર્ણ તમે;
બહુરૂપી ને વિરાટ છો ને આત્મારૂપ પ્રકાશો છો,
યજ્ઞમહીં બલિરૂપ તમે તો, સૌના હૈયે હાસો છો.
—————
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।
ऋद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः ॥३०॥
Ojas-tejo dyuti-dharah prakāshatma pratāpanah;
Bhuddhah-spashtaksharo mantrah chandrāmshur-bhāskara-dyutih.
ઓજસ તેજ કાંતિના સ્વામી પ્રકાશ સૌને દેનારા,
દુષ્ટોને મારીને સુખ ને સિદ્ધિ સૌને દેનારા;
પ્રણવરૂપ ને મંત્રરૂપ છો, ચંદ્ર જેમ અમૃતમય છો,
સૂર્ય સમાન મહાતેજસ્વી, કોટિ પ્રણામ તમને હો!