Sunday, 22 December, 2024

Verses 81-85

144 Views
Share :
Verses 81-85

Verses 81-85

144 Views

तेजोवृषो द्युतिधरः सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥८१॥

Tejo vrusho dyuti-dharah sarva-shastra-bhrutam varah;
Pragraho nigraho vyagro naika-shrungo gada-grajah.

સૂર્યરૂપ છો, ઓજસ્વી ને સર્વશસ્ત્રના સ્વામી છો
પ્રેમ ગ્રહણ કરનારા, જગના વશકર્તા, વ્યવસાયી છો;
અનેકવિધ છો, વિશ્વ પહેલાં પ્રકટ થયેલા સત્ય તમે,
નેહ કરીને પ્રણામ કરીએ વારંવાર અનંત અમે!
——————–

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥८२॥

Chatur-murti chatur-bhahu chatur-vyoohah chatur-gatih;
Chatur-atma chatur-bhavah chatur-veda-videkapāt.

ચતુર્હસ્ત છો, ચાર દેહના, ચાર વેદના રચનારા,
ચાર જાતની મુક્ત્તિ છો, ને ચાર અવસ્થા ધરનારા;
ધર્મ અર્થ ને કામ મોક્ષ છો, જીવન જગને ધરનારા
પ્રણવરૂપ છો એક ચરણના, વંદન હે ભય હરનારા!
——————–

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥८३॥

Samāvarto nivrutātma durjayo durati-kramah;
Durlabho durgamo durgo durāvaso durāriha.

વીંટળાયેલા સકળ વિશ્વને, પ્રવૃત્ત છો જગના હિતમાં,
કષ્ટસાધ્ય છો, દુર્લભ તેમ જ દુર્ગમ, રત સૌના સુખમાં;
કષ્ટવિનાશક, અજ્ઞાનીથી દૂર સદા રહેનારા છો,
પ્રણામ કરીએ નેહે તમને,અક્ષયસુખ દેનારા હો!
——————–

शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः ।
इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥८४॥

Shubhāngo loka-sārangah sutantu stantu-vardhanah;
Indra-karmā mahā-karmā kruta-karmā krutā-gamah.

(અનુષ્ટુપ)
ચારુ છો, હંસ જેવા છો, સર્વવ્યાપક તત્વ છો,
માયાની જાળના કર્તા, મહાકર્મી તમે જ છો;
સંસારને વધારો છો, ધન્ય ને પૂર્ણ છો તમે,
વેદના રચનારા હે, નમીયે તમને અમે!
——————–

उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥८५॥

Udbhava sundara sundo ratana-nabha sulochanah;
Arko vājasanah shrungi jayantah sarva-vijjayi.

અજ ને અવિનાશી છો, દયાસૌંદર્યસાગર,
રત્નશા મહિમાવાળા, સૂર્ય તેમ સુધાકાર;
દાનીને દિવ્યદૃષ્ટિ છો, ચંદ્ર ધારેલ શંકર,
સર્વજ્ઞ, સર્વના જેતા, નમીયે અભયંકર!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *