Thursday, 14 November, 2024

Verses 91-95

125 Views
Share :
Verses 91-95

Verses 91-95

125 Views

भारभृत् कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामः सुपर्णो वायुवाहनः ॥९१॥

Bhāra-bhrut kathito yogi yogeeshah sarva kāmdah;
Ashrama shramanah kshāmah suparno vāyu-vahanah.

ભાર વિશ્વનો વહન કરો છો, સ્તવન તમારું શાસ્ત્ર કરે,
યોગીશ્વર છો, સર્વકામના પૂર્ણ કરી દેનાર ખરે;
આશ્રમ સૌના, ક્ષમાશીલ ને જ્ઞાની, વાયુસ્વરૂપ તમે,
જીવ તેમ શિવરૂપી પંખી, નમીયે વારંવાર અમે!
——————–

धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितः सर्वसहो नियन्ताऽनियमोऽयमः ॥९२॥

Dhanur-dharo dhanur-vedo dando damayita damah;
Aparajita sarva-saho niyanta niyamo yamah.

પરશુરામ ને રામ ધનુર્ધર, ધનુષજ્ઞાનસંપન્ન તમે,
દંડો તેમ જ દમન કરો છો દુષ્ટોને, દમરૂપ તમે;
સહનશીલ, સૌનાય નિયંતા, નિયમ તમોને ખૂબ ગમે,
સમર્થ છો યમરાજ, તમોને નમીયે વારંવાર અમે!
——————–

सत्त्ववान् सात्त्विकः सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत् प्रीतिवर्धनः ॥९३॥

Satvavān satvika satyah satya-dharma parayanah;
Abhiprayah priyarhorhah priyakrut preeti-vardhanah.

તત્વભર્યા છો, સાત્વિક તેમ જ સત્યપરાયણ સત્ય તમે,
પ્રિય ને પૂજ્ય, સર્વને ઉત્તમ, સોનું હિત કરનાર તમે;
પ્રેમ ભક્ત્ત પર વધારનારા, સાર જ્ઞાનના શાશ્વત છો,
નમસ્કાર તમને હે પ્રભુજી, અમને નિશદિન મંગલ દો!
——————–

विहायसगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः ॥९४॥

Vihaya-sagatir jyotih suruchir hutabhugvibhuh;
Ravir virochana sooryah savitā ravi lochanah.

વિહાર વ્યોમમહીં કરનારા, જ્યોતિરૂપ છો ,સૂર્ય તમે,
અગ્નિ ને આકાશરૂપ છો, વિશિષ્ટ રૂપપ્રકાશ તમે
સ્નેહી સૌના, સર્જક તેમ જ સૂર્યસમાં લોચનવાળા,
નમીયે વારંવાર, વહાવો પ્રેમતણી મોહક ધારા.
——————–

अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णः सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥९५॥

Ananto huta-bhugbhokta sukhado naikado grajah;
Anirvinna sada-marshee lokadhishthana madbhutah.

અનંત ને સૌનાયે ભોક્ત્તા, હોમેલું ખાનાર તમે,
સુખ દેનારા, યુગયુગમાં અવતાર કૈંક લેનાર તમે
આદિ સર્વના, ક્લેશરહિત છો, સત્યપરાયણ, શાંત તમે,
અદભુત, વિશ્વતણા આશ્રય હે, નમીયે વારંવાર અમે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *