Aankhe Varse Varsaad Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Aankhe Varse Varsaad Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો સોમાસાની જેમ આંખે વરસે રે વરસાદ
હો સોમાસાની જેમ આંખે વરસે રે વરસાદ
જાનુ મને રોજ તારી આવે છે બહુ યાદ
હો જાતા નથી દાડા હારા આવી ગયા રોવાના વારા
જાતા નથી દાડા હારા આવી ગયા રોવાના વારા
તારા વિના આજ
હો સોમાસાની જેમ આંખે વરસે રે વરસાદ
જાનુ મને રોજ તારી આવે છે બહુ યાદ
હો વાદળ વરસે મેધ ગાંજે આભે ચમકે વીજળી
જાનુ તને જોવા જીગાની તરસે રે આંખલડી
હો પ્રેમ ભરી વાતો તારી ભુલી ના ભુલાતી
આંખોથી દુર છે દિલથી દુર નથી જાતી
હો વધે મારો ધબકારો કોનો મારે લેવો સહારો
વધે મારો ધબકારો કોનો મારે લેવો સહારો
જાનુ મારી આજ
હો સોમાસાની જેમ આંખે વરસે રે વરસાદ
જાનુ મને રોજ તારી આવે છે બહુ યાદ
હો ધરતીને ભીંજાવા માટે વરસે રે મેહુલીયો
તારા વિના પડી ગયો હું તો હાવ રે એકલો
મારી જનરો તને જોયા વિના નાખે છે નિહાકો
વેરણ લાગે તારા વિના મને આજ દાડો
હો તારા વિના મન ના લાગે જીવવું મારે કોના કાજે
તારા વિના મન ના લાગે જીવવું મારે કોના કાજે
મળવું મારે આજ
હો સોમાસાની જેમ આંખે વરસે રે વરસાદ
જાનુ મને રોજ તારી આવે છે બહુ યાદ