Sunday, 22 December, 2024

આવો તો રામરસ પીજીએ

360 Views
Share :
આવો તો રામરસ પીજીએ

આવો તો રામરસ પીજીએ

360 Views

આવો તો રામરસ પીજીએ
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.

તજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લહાવો લીજીએ … હો ભાગ્યશાળી.

મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દૂર કરી દીજીએ … હો ભાગ્યશાળી.

દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીએ … હો ભાગ્યશાળી.

રામનામ રીઝીએ, આનંદ લીજીએ,
દુર્જનિયાંથી ન બ્હીજીએ … હો ભાગ્યશાળી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીએ … હો ભાગ્યશાળી.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *