Akhil Brahmand Maa Ek Tu Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Akhil Brahmand Maa Ek Tu Lyrics in Gujarati
By Gujju20-05-2023
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપતો અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે
અખિલ બ્રહ્માંડમાં
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે
અખિલ બ્રહ્માંડમાં
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડળ વિષે ભેદ ન હોયે
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે
અખિલ બ્રહ્માંડમાં
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન કર્મ વાણી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું
જોઉં પટંતરો એ જ પાસે
ભણે નરસૈંયો મન તણી શોધના
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપતો અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે
અખિલ બ્રહ્માંડમાં