અમે તો તારાં નાનાં બાળ
By-Gujju20-05-2023
181 Views
અમે તો તારાં નાનાં બાળ
By Gujju20-05-2023
181 Views
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ … અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ … અમે તો તારાં.
દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ … અમે તો તારાં.
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ … અમે તો તારાં.