Bhai Bahen Nu Het Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Bhai Bahen Nu Het Lyrics in Gujarati
By Gujju26-05-2023
આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય
આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
વસમી આવી વિદાય ની વેરા આંસુ થી રેલાય
જોજે મારા ભઈલા તારી બેન ના ભુલાય
ઢીંગલા ઢીંગલી રમતા જોડે રમતા રંગ ની હોળી
હાલી બેનડી પારકા ઘરે મોઢે થી ના બોલી
ગાય ને દીકરી દોરે ત્યાં વહી જાય
આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય
આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
રાખડી ની લાજ રાખજે વીરા બેન પોકારે આજ
વિપત પડે આવજે વહેલો બેનડી ને રે કાજ
રાખડી ની લાજ રાખજે વીરા બેન પોકારે આજ
વિપત પડે આવજે વહેલો બેનડી ને રે કાજ
આંખડી મારી નીર વહાવે હૈયે નથી રે હામ
આંખડી મારી નીર વહાવે હૈયે નથી રે હામ
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
આંગણે છે તુલસી નો ક્યારો કદી ના કરમાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
હીરા મોતી ના જોઈએ મારે જોઈએ તારો હાથ
આંગણે તારા આવું ત્યારે હેત કરી બોલાવ
હીરા મોતી ના જોઈએ મારે જોઈએ તારો હાથ
આંગણે તારા આવું ત્યારે હેત કરી બોલાવ
ખુશી તારી જિંદગી મારી બીજું જોવે ના કાંઈ
ખુશી તારી જિંદગી મારી બીજું જોવે ના કાંઈ
જોજે મારા ભઈલા તારી બેન ના ભુલાય
આંગણે છે તુલસી નો ક્યારો ના કરમાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય
જોજે મારા વિરલા તારી બેન ના ભુલાય