Saturday, 2 November, 2024

ચલના હૈ દૂર મુસાફિર

291 Views
Share :
ચલના હૈ દૂર મુસાફિર

ચલના હૈ દૂર મુસાફિર

291 Views

ચલના હૈ દૂર મુસાફિર (સ્વર – હરિઓમ શરણ)
MP3 Audio

ચલના હૈ દૂર મુસાફિર, કાહે સોવે રે…

ચેત અચેત નર સોચ બાવરે, બહુત નીંદ મત સોવે રે,
કામ ક્રોધ મદ લોભ મેં ફંસકર, ઉમરીયા કાહે ખોવે રે… ચલના હૈ

શિર પર માયા મોહ કી ગઠરી, સંગ દૂત તેરે હોવે રે,
સો ગઠરી તેરી બિચમેં છિન ગઈ, મૂંઢ પકડી કહાં રોવે રે… ચલના હૈ

રસ્તા તો વો દૂર કઠિન હૈ, ચલ બસ અકેલા હોવે રે,
સંગ સાથ તેરે કોઈ ના ચલેગા, કાકે ડગરીયા જોવે રે… ચલના હૈ

નદિયા ગહરી નાવ પુરાની, કેહિ વિધી પાર તું હોવે રે,
કહે કબીર સુનો ભાઈ સાધુ, વ્યાજ ધોકે મૂલ મત ખોવે રે… ચલના હૈ

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ માનવને જાગૃત થવાનો સંદેશ આપે છે. તેઓ માનવને કહે છે કે હે માનવ, ઈશ્વરને મેળવવા માટે લાંબો પંથ કાપવાનો છે, એથી જીવનની પળેપળનો ઉપયોગ કરીને આગળ વધી લે. કામ, ક્રોધ, લોભ અને મદ-મત્સરમાં ફસાઈને તું તારા કિમતી જીવનને બરબાદ કરી રહ્યો છે. તારી આ મોહનિંદ્રામાંથી જાગી જા. હે માનવ, સાંસારિક મોહમાયામાં તું ફસાયેલો રહ્યો. હવે તારી માયાની ગઠરી તુટી ત્યારે તું શું કામ રડે છે. તને ખબર નથી કે તારે એકલા આવી અને એકલા જ જવાનું છે. અંતિમ સમયે કોઈ તને સાથ આપવાનું નથી. તારે હજી તો ઘણી મજલ કાપવાની છે, તો હવે તું કોની રાહ જુએ છે. આ ભવસાગર તરવો દુષ્કર છે અને તારી કાયારૂપી નાવ જર્જરિત થઈ ગઈ છે. તું કેવી રીતે એને પાર કરી શકીશ. હજી પણ મોડું નથી થયું. તું ઈશ્વરનું સ્મરણ કરવા માંડ નહીંતર એવું થશે કે તને માનવદેહ રૂપી જે મૂડી પ્રભુએ આપેલી હતી તેને ખોઈ બેસીશ.

English

Chalana hai dur musafir, kahe sove re

Chet achet nar soch bavare, bahut nind mat sove re
Kam krodh mad lobh me faskar, umariya kahe khove re

Shir par maya moh ki gathari, sang doot tere hove re
So gathari tori bich mein chhin gayi, mudh pakri kahan rove re

Rasta to voh dur kathin hai, chal bas akela hove re
Sang sath tere koi na chalega kake dagariya jove re

Nadiya gaheri nav purani, kehi bidhi par tu hove re,
Kahe kabir suno bhai sadho, vyaj dhoke mul mat khove re.

Hindi

चलना है दूर मुसाफिर काहे सोवे रे

चेत अचेत नर सोच बाँवरे, बहुत नींद मत सोवे रे,
काम क्रोध मद लोभ में फँसकर, उमरीयाँ काहे खोवे रे … चलना है

शिर पर माया मोह की गठरी, संग दूत तेरे होवे रे,
सो गठरी तेरी बिचमें छिन गई, मुढ पकडी कहाँ रोवे रे .. चलना है

रस्तो तो वो दूर कठिन है, चल बस अकेला होवे रे,
संग साथ तेरे कोई ना चलेगा, काके डगरिया जोवे रे …. चलना है

नदियाँ गहेरी नाव पुरानी, केहि बिधी पार तू होवे रे,
कहे कबीर सुनो भाई साधो, व्याज धोके मूल मत खोवे रे ….चलना है

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *