Chand Sharmay Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Chand Sharmay Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો ચાંદ શરમાય એવી સુરત તમારી
બની ગયા છો તમે જિંદગી અમારી
હો ચાંદ શરમાય એવી સુરત તમારી
બની ગયા છો તમે જિંદગી અમારી
શું કરૂં તારીફ હવે હું તમારી
કાન્હાને પ્યારી એવી રાધા છો અમારી
તમારા વિના નથી જિંદગી અમારી
ગુલાબી ગાલોની મહેક તમારી
લઈ ગયા છો તમે નીંદર અમારી
હો માસુમ લાગો તમે લાગો રૂપરાની
દિલની વાત તમને જોયા પછી જાણી
હો મારી આંખો નુ તમે બની ગયા નુંર છો
દિલમાં છો તમે ક્યાં મારાથી દૂર છો
હો યાદો માં સાચવી ને રાખું તમને એક વાર
એક બે નહિ તમને માંગુ હું હાજર વાર
મળી જાઓ તમે તો ના માંગુ હું તો બીજું યાર
જન્નત ભુલાવે એવી અદાઓ તમારી
શું કરૂ વાત હવે સ્માઈલની તમારી
ચાંદ શરમાય એવી સુરત તમારી
બની ગયા છો તમે જિંદગી અમારી
હો તમારા પ્રેમ માટે બધું મંજૂર છે
તમે છો એટલે તો અમારૂ વજૂદ છે
હું ભુલું તમને એ તમારો વહેમ છે
સાચું કહી દઉં તો મને તમારાથી પ્રેમ છે
હો દિલની વાત હવે કેવી મારે દિલથી
નથી કોઈ પ્યારૂં મને હવે તમારાથી
જોજો ના રૂઠતાં તમે અમારાથી
મને છોડી જાઓ એવી આવે ના વારી
એવું થશે તો જાસે જાણ આ અમારી
ચાંદ શરમાય એવી સુરત તમારી
બની ગયા છો તમે જિંદગી અમારી
હો શું કરૂં તારીફ હવે હું તમારી
કાન્હાને પ્યારી એવી રાધા છો અમારી
ગુલાબી ગાલોની મહેક તમારી
લઈ ગયા છો તમે નીંદર અમારી
નથી કોઈ વાત હવે દિલ માં અમારી
હો જો જો ના ભુલતા આ ચાહત અમારી