Dard Mara Dilnu Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Dard Mara Dilnu Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો દર્દ મારા દિલનું હું કોને બતાવું
હો હો દર્દ મારા દિલનું હું કોને બતાવું
શું કરવું મારે નથી હમજાતું
એના વિના મને નથી રેવાતું
એના વિના મને નથી રેવાતું
દર્દ મારા દિલનું હું કોને બતાવું
હો દિલ મારુ તોડી ગઈ, સાથ મારો છોડી ગઈ
પ્રેમની રમતમાં જુદાઈ નો ખેલ ખેલી ગઈ
હો જીવથી વધારે તારા પર મેં ભરોસો કર્યો
ઉઘાડી આંખે મારો વિશ્વાસ તોડી ગઈ
તારી આવી બેવફાઈ સહેવાશે નઈ રે
હો હો તારી આવી બેવફાઈ સહેવાશે નઈ રે
તારા વિના તોય હવે રહેવાશે નઈ રે
કેમ કરી મારા દિલ ને હમજાવું
કેમ કરી મારા મન ને મનાવું
દર્દ મારા દિલ નું હું કોને બતાવું
હો પારકી પ્રીતના રંગમાં રંગાણી
મારા નસીબમાં તું નોતી લખાણી
હો હો કયા રે ગુનાના વેર લીધા મારી સાજના
પોતાના બનાવી એક પલમાં કીધા પારકા
હો મારા પ્રેમની હાય સહેવાશે નઈ રે
હો હો મારા પ્રેમની હાય સહેવાશે નઈ રે
દગો તને મળ્યા વગર સમજાશે નઈ રે
મરવું છે પણ નથી રે મરાતું
મરવું છે પણ નથી રે મરાતું
દર્દ મારા દિલનું હું કોને બતાવું
શું કરવું મારે નથી હમજાતું
એના વિના મને નથી રેવાતું