Wednesday, 25 June, 2025

Dukh Ma Pan Sukhi Hato Lyrics in Gujarati

192 Views
Share :
Dukh Ma Pan Sukhi Hato Lyrics in Gujarati

Dukh Ma Pan Sukhi Hato Lyrics in Gujarati

192 Views

દુઃખમાં પણ સુખી હતો હતા તમે હારે
ઓ …હો …દુઃખમાં પણ સુખી હતો હતા તમે હારે
જીવવું હવે મારે કોના રે સહારે

તમારા સિવાય બીજું કોણ હતું મારુ
જગ આખામાં બીજું કોઈ નહોતું પ્યારું
હસતી આંખોને ગયા રોવડાવી
દુનિયા મારી તમે કેમ સળગાવી
ઓ …હો …દુઃખમાં પણ સુખી હતો હતા તમે હારે
જીવવું હવે મારે કોના રે સહારે

કિસ્મતે ખેલ કેવો ખેલ્યો મારી હારે
ક્યારે નથી થાતું જેવું પ્રેમિયો રે ધારે
ઓ …હો …બીજાના સહારે છોડી ગયા મને આજે
જીવવું એના વિના હવે કેમ મારે

હો સુખ દુઃખમાં મારી હારે રહેનારા
ડગલે પગલે મારી સંભાળ લેનારા
હાલ્યા ગયા મને હેત કરનારા
ખબર છે તમે મને નથી મળવા
ઓ …હો …દુઃખમાં પણ સુખી હતો હતા તમે હારે
જીવવું હવે મારે કોના રે સહારે

વિદાઈ તમારી આપણી જુદાઈ
રડતું દિલ તમને દેશે રે બધાઈ
ઓ …હો …મને છોડવાનું હવે કારણ ના જડીયું
પ્રેમમાં મારા તમને ઓછું શું પડ્યું

સામું ના જોયું તમે હસતા હાલ્યા ગયા
આંશુને યાદો મારા જીવન છોડી ગયા
ભવોભવના તમે છેટા રે પડી ગયા
પ્રેમ માટે અમે હવે તડપતા રહી ગયા
ઓ …હો …દુઃખમાં પણ સુખી હતો હતા તમે હારે
જીવવું હવે મારે કોના રે સહારે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *