Wednesday, 25 June, 2025

Dushman Lyrics in Gujarati

176 Views
Share :
Dushman Lyrics in Gujarati

Dushman Lyrics in Gujarati

176 Views

હે મારી માતા હોય રાજી
હો …મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
એ મારી ટેક છે હાચી સલામ કરશે દુનિયા આખી

હો દુશ્મનોના ટોળામાં જીતી જવાય બાજી
આ દુશ્મનોના ટોળામાં જીતી જવાય બાજી
હે મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
હે મારી ખોડલ હોય રાજી તો દુનિયા પડે પાછી

હજારો ના ટોળા વચ્ચે નેકળ જો એકલા
ઊંચું તાકીને એમાં જોવે રે એક ના
હો ફરતા હશે વેરી બધા એમના રે વેતમાં
જીતી લઈયે દુનિયા આખી એક તારી ટેકમાં

હે મારી ખોડલનો એવો વિશ્વાસ રાખી
ખોડલ માડીનો એવો વિશ્વાસ રાખી
હોમે વેરી આવે લાખો તોયે પડું ના પાછી
હો …મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી

હો હાર્યા નથી કોઈ દિ નથી હારવાના
ખોડલ વાળા અમે વટથી ફરવાના
હો અમને હરાવવા હાર નો એ હક નઈ
ખોડલ છે ભેળી મારા નખમાં એ દુઃખ નઈ

હો બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી
બળદેવ ભુવાજી ની પુણ્ય છે હાચી
મારી ખોડલ કરે એવું કોઈ ના કરે
હે મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી

હો મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા
મરી ગયા મારવા વાળા જીતી ગયા ખોડિયાર વાળા
મારા દુશ્મનો ઘણા છે અમે કોઈથી ના ડરવાના
મારી માતા હોય રાજી તો દુનિયા પડે પાછી
જીતી જવાય બાજી મારી માતા હોય રાજી
આખી દુનિયા પડે પાછી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *