Monday, 4 November, 2024

હાં રે મને રામનામની ધૂન લાગી

364 Views
Share :
હાં રે મને રામનામની ધૂન લાગી

હાં રે મને રામનામની ધૂન લાગી

364 Views

હાં રે મને રામનામની ધૂન લાગી,
હાં રે મેં તો જીવન જંજાળ બધી ત્યાગી … હાં રે મને

છોડ્યાં ઘરબાર મેં તો મૂક્યા માબાપ
રૂડી રામ નીહાળી ગયો ભાગી
લખમી લટુકડાં કરતી તરછોડી હું તો
રામનો બની ગયો વિરાગી … હાં રે મને

રાજાના રાજપાટ શાહોની બાદશાહી
એની ન ભૂખ મને લાગી,
રામબાણ વીંધે મારું હૈયું શું હરખે
રામશરણ રહ્યો માંગી … હાં રે મને

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *